પરિણામથી ઉપજાવેલું અશુભકર્મ દૂર કરવા કોઈ દેવ પણ સમર્થ નથી. માટે રોગાદિ
પ્રતિકૂળતા આવતાં કાયરતા છોડી, મહાન ધૈર્યપૂર્વક, કલેશવગર ભોગવવું શ્રેષ્ઠ છે––
જેથી આરાધનામાં ભંગ ન પડે, અને પૂર્વકર્મની નિર્જરા થાય તથા નવું કર્મ ન બંધાય.
યુદ્ધનું આહ્વાન કરીને રણે ચડેલો શૂરવીર શું વેરીને દેખીને ભયથી ભાગતો હશે?–કદી
નહીં. તેમ સર્વસંઘની સન્મુખ જેણે આરાધનાની દ્રઢપ્રતિજ્ઞા કરી છે એવા ઉત્તમ સાધુ
પરિષહરૂપ વેરીને દેખીને મુનિધર્મથી કેમ ચલાયમાન થાય? વિષાદ કેમ કરે? કદી ન
કરે. મરણ આવે તો ભલે આવે, પરંતુ શૂરવીર સાધુઓ આપદાની અત્યંત તીવ્ર વેદનાને
પણ સમભાવપૂર્વક સહન કરે છે, પરિણામને વિકૃત થવા દેતા નથી; કાયરતા કે દીનતા
કરતા નથી.
રોગાદિજનિત ઉપસર્ગ આવ્યો છે તેમાં મરણ થાય તો ભલે થાય પણ આરાધના છોડવી
યોગ્ય નથી. એકવાર મરવાનું તો છે જ–તો પછી ગુરુના પ્રસાદથી વ્રતસહિત મરણ થાય
તેના જેવું બીજું કલ્યાણ કોઈ નથી. અરે! આવા અવસરમાં કાયર થઈ વ્રતાદિમાં
શિથિલ થઈ વિલાપ કરવો કે તૂચ્છકાર્યવડે રોગાદિનો ઈલાજ ઈચ્છવો–તે તો લજ્જા અને
દુર્ગતિનાં દુઃખનું કારણ છે;–તો એવું કોણ કરે? એક જીવનને માટે મુનિધર્મને કે સંઘને
કલંક કોણ લગાડે? ગમે તેવી પ્રતિકૂળતા આવે–પણ શૂરવીર–પુરુષો આરાધનામાં પાછી
પાની કરતા નથી, દીનતા કે કાયરતા કરતા નથી.
નિરાકુળપણે આરાધનામાં સ્થિર રહે છે. અરે, સ્વર્ગાદિ પરલોક સંબંધી ઈન્દ્રિયસુખોમાં
લુબ્ધ અજ્ઞાનીઓ પણ ઈન્દ્રિયસુખની અભિલાષાથી સંસારવર્દ્ધક લેશ્યાપૂર્વક તીવ્રવેદના
સહન કરે છે, તો જેમણે સમસ્ત સંસારને અત્યંત દુઃખરૂપ જાણ્યો છે અને જેઓ
સંસારદુઃખથી છૂટીને મોક્ષસુખને સાધવામાં તત્પર છે એવા જૈનયતિઓ શું નિરાકુળપણે