મનમાં દુઃખ ન કરો. દુઃખ કરવાથી કાંઈ ઉદય તો નહીંં મટે પણ ફરીને અસાતાકર્મ
બંધાશે. વિષાદ–કલેશ કે વિલાપ કરવાથી તો કાંઈ વેદના ઉપશમતી નથી, ઘટતી પણ
નથી, સંકલેશ કરવાથી વેદનામાં તો કાંઈ ફેર નથી પડતો, તેમજ બીજો પણ કોઈ ફાયદો
નથી થતો, માત્ર આર્તધ્યાન થાય છે ને દુષ્કર્મ બંધાય છે.
મટતું નથી, પણ ઊલ્ટું દુઃખ વધે છે ને ભવિષ્યમાં દુઃખના કારણરૂપ તીવ્રકર્મ બંધાય છે.
જેમ ન્યાયવાન પુરુષ પોતે કરેલું કરજ ચુકવતાં દુઃખી થતો નથી, પણ કરજથી
છૂટકારાનો હર્ષ માને છે, તેમ પૂર્વે પોતે ઉપાર્જન કરેલું કર્મ ઉદયમાં આવતાં ન્યાયમાર્ગી
જ્ઞાનીજનો દુઃખી થતા નથી; સમભાવપૂર્વક વેદીને કર્મનું ઋણ ચુકવતાં તે આનંદ માને
છે. આ દુઃખવેદના કોઈ બીજાએ આપેલ નથી પણ અમારા જ પૂર્વકર્મનું ફળ છે––એમ
જાણી સમભાવ રાખો, દુઃખી મત થાઓ.
તમને એકને નથી આવ્યું. પૂર્વકર્મના ઉદયથી દુઃખ આવવા છતાં સમભાવ રાખીને ઘણા
જીવો મોક્ષમાં ચાલ્યા ગયા; માટે દુઃખમાં સમભાવ રાખવો યોગ્ય છે. કર્મથી ભિન્ન
પોતાના સ્વરૂપનું સ્મરણ કરીને ધૈર્ય ધારણ કરતાં તે દુઃખ ટળી જાય છે, અને આરાધના
નિર્વિધ્ન રહે છે.
લોકમાં નિંદા થાય, માર્ગ બગડે, ધર્મનો અપવાદ થાય ને પરલોકમાં પણ જીવ ઘણા કાળ
સુધી દુઃખી થાય. માટે, પંચપરમેષ્ટીની સાક્ષીથી લીધેલા સંલ્લેખના વ્રતને હે મુનિ! ભંગ
ન કરો, –ભલે દેહ છૂટી જાય. આવા દુર્લભ રત્નત્રય પામીને હવે તેને ન બગાડો.