Atmadharma magazine - Ank 340
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 49

background image
: માહ : ૨૪૯૮ આત્મધર્મ : ૧૩ :
દુઃખ–ભય–કલેશ કરાવનાર આ શરીરની મમતા ન કરો. શરીર પુદ્ગલમય છે,
આત્મા તો જ્ઞાતા છે, શરીર મૂર્ત છે, આત્મા અમૂર્ત છે, શરીર સંયોગી–વિનાશીક છે,
આત્મા અસંયોગી–અવિનાશી છે, શરીર અચેતન છે, આત્મા ચેતન છે––આમ બંનેને
પ્રગટપણે અત્યંત જુદા જાણીને, દેહથી ભિન્ન આત્માનો અનુભવ કરતા થકા તમે
શરીરનું મમત્વ છોડો. શરીરની મમતા મહાન દુઃખ ઉપજાવનારી છે, માટે
જ્ઞાનભાવના પ્રગટ કરીને શરીરની મમતા કરવા જેવી નથી. હે મુનિરાજ! રોગાદિ
સમસ્ત ઉપસર્ગ–પરિષહને નિઃસંગપણે (–એકત્વસ્વભાવમાં તત્પરપણે) સહતા થકા
તમે સંકલેશ રહિત થઈને મોહને જીતી લ્યો. જેમ રત્નોથી ભરેલું વહાણ આખા
દરિયાને પાર કરીને, કાંઠે આવીને પ્રમાદથી ડુબી જાય, તેમ સંસારસમુદ્રના કિનારે
આવેલી રત્નત્રયથી ભરેલી સાધુપણારૂપી તમારી નૌકાને હે મુનિ! સંકલેશ–
પરિણામવડે ફરી ભવસમુદ્રમાં ડુબવા ન દેશો. ત્રણલોકમાં સારભૂત અને ઉત્તમ
મોક્ષસુખ દેનાર એવા આ દુર્લભ સાધુપણાને આહારના અલ્પસુખ–નિમિત્તે નષ્ટ ન
કરો. અલ્પકાળ જીવન શેષ છે માટે આહારાદિની વાંછા છોડી વીતરાગતાથી પરમ
સંયમની ભાવનામાં દ્રઢ રહો.
અહા, ઉપસર્ગ અને પરિષહો પ્રાપ્ત થવા છતાં જેમનું ધૈર્ય નથી છૂટ્યું એવા
ધીર–વીર પુરુષોવડે ઉપદેશવામાં આવેલ, અને સંતપુરુષોવડે સેવન કરવામાં આવેલ
એવો આ મહાપવિત્ર રત્નત્રયમાર્ગ, તે માર્ગને પામીને ધન્યપુરુષો આહાર–
શરીરાદિની વાંછાથી રહિત થયા થકા સમાધિ પામીને શુદ્ધ થાય છે,–આરાધનાવડે
એને સંસારનો નિસ્તાર થાય છે. માટે હે કલ્યાણઅર્થી મુનિરાજ! આ કલેવરકુટિરને
અત્યંત ત્યાગવા યોગ્ય જાણો, અને દેહકલેવર અમારું નથી–એમ મમતારહિત થઈને
રત્નત્રયમાં સ્થિર રહો. કર્મના ફળમાં ઉદાસીન રહીને વેદનાને દુઃખરહિત સહન કરવી
યોગ્ય છે.
આ પ્રમાણે નિર્યાપકઆચાર્યના વીરતા ભરેલા વીતરાગી ઉપદેશ વડે, જેનું
ભેદવિજ્ઞાન જાગૃત થયું છે, એવા તે ક્ષપકમુનિ સંકલેશથી નિવૃત્ત થાય છે, રત્નત્રયમાં
ઉત્સાહિત થાય છે, અને જેમ બીજા દેહમાં ઊપજેલા દુઃખનું વેદન પોતાને નથી તેમ
આ દેહમાં ઊપજેલા દુઃખને પણ બીજા દેહના દુઃખની માફક જ પોતાથી જુદું દેખે છે;
ભિન્ન ચૈતન્યની ભાવનાથી પોતે પોતાની આરાધનામાં અચલ રહે છે. અને બખ્તર
પહેરેલા યોદ્ધાની જેમ શૂરવીરપણે એમ વિચાર કરે છે કે અહા, મારી ધીરતા દેખવા
અને મને આરાધનાનો ઉત્સાહ જગાડવા આ મહાન ઋદ્ધિવંત વીતરાગ મુનિ મારી
સમીપ આવ્યા છે, તો હવે તેમની સમક્ષ પ્રાણ છૂટે તો ભલે છૂટે, પરંતુ ધૈર્ય