વાર્ષિક વીર સં. ૨૪૯૮
લવજમ મહ
ચર રૂપય JAN.1972
• વર્ષ : ૨૯ અંક ૪ •
ધન્ય ગુરુ!
સાક્ષાત્ ભેટીને નીકળતી વીતરાગી
સંતોની વાણી પરમાત્માનો ભેટો
કરાવે છે. સ્વાનુભવી ગુરુઓનો
ઉપદેશ ઝીલતાં આત્મામાં આનંદરસનું
ઝરણું ઝરે છે. અહા, ધન્ય ગુરુ! કે
જેમણે આત્માની પૂર્ણ ચૈતન્યસંપદા
બતાવીને આત્માને અનંત સિદ્ધ
ભગવંતોની પંકિતમાં બેસાડી દીધો.
નિર્દોષ ગુરુનો વીતરાગી ઉપદેશ રાગથી ભિન્નતા કરાવીને
મહા આનંદમય ચૈતન્યધામમાં પ્રવેશ કરાવે છે, ને રાગના સ્વાદથી
તદ્ન જુદો એવો ચૈતન્યરસનો સ્વાદ ચખાડે છે.
અહા, ગુરુના ઉપદેશથી આનંદધામ આત્માને જેણે જાણી
લીધો તેણે જિનેન્દ્રદેવના માર્ગને જાણ્યો; આત્મા તો મોટો શાંત
વીતરાગરસનો દરિયો છે, તેની સન્મુખ થતાં જે શાંતિની
અનુભૂતિ થઈ તે જ નિર્વાણનો માર્ગ છે, તે જ ભગવાન
તીર્થંકરોનો માર્ગ છે, તે જ મહા આનંદનો માર્ગ છે. તે માર્ગે
અમે જઈએ છીએ.
ધન્ય ગુરુ...ધન્ય માર્ગ!