Atmadharma magazine - Ank 340
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 43 of 49

background image
: ૪૦ : આત્મધર્મ : માહ : ૨૪૯૮
વૈરાગ્ય સમાચાર–
• કુમારી પ્રતિભાબેન પાનાચંદ જૈન શાંતાક્રૂઝ–મુંબઈ માત્ર ૧૮ વર્ષની વયે લકવાની
બિમારીમાં સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ આપણા બાલવિભાગના એક સભ્ય (નં
૧૪૭૭) હતા. (આપ જ્યારે આ વૈરાગ્યસમાચાર વાંચો ત્યારે સ્વર્ગસ્થ સભ્યની
સ્મૃતિમાં પાંચ નમસ્કારમંત્ર ગણજો.) આ સંબંધી પત્રમાં તેમના વડીલ લખે છે કે–
‘બાલવિભાગમાં અવારનવાર પુસ્તકો મળતા તેથી સુંદર સંસ્કાર મળતા. સર્વે
જીવોએ હિતની દ્રષ્ટિ માટે આત્મધર્મ સમજવાની જરૂર છે. આત્માની અનંતશક્તિને
કેળવવા આપની સંસ્થા વધુને વધુ પ્રેરણા આપતી રહો’ .
• શ્રી મહાવીર કીર્તિજી મહારાજ તા. ૬–૧–૭૨ની રાત્રે મહેસાણા મુકામે સ્વર્ગવાસ
પામ્યા છે. ગતસાલ તેઓશ્રી સંઘસહિત ગીરનારમાં ચોમાસું રહ્યા હતા. તથા થોડા
જ દિવસો પહેલાંં પાલીતાણા જતાં સોનગઢ પણ આવ્યા હતા; ને ત્યાં બંધાઈ
રહેલા ભવ્ય પરમાગમમંદિર વગેરેનું અવલોકન કરતી વખતે, કાનજીસ્વામી સાથે
વાતચીતમાં પ્રસન્નતા બતાવી હતી. તેઓ સમ્મેદશિખર તરફ જઈ રહ્યા હતા ત્યાં
વચ્ચે મહેસાણા મુકામે સ્વર્ગવાસ પામી ગયા.
• એદલ્લાબાદ (મહારાષ્ટ્ર) ના ભાઈશ્રી પુનમચંદજી ઝાબક તા. ૧–૧૨–૭૨ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે.
• અમદાવાદના ભાઈશ્રી ભોગીલાલ પોપટલાલના સુપુત્ર શાંતિલાલ ભોગીલાલ તા.
૧૭–૧–૭૨ના રોજ અમદાવાદ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે.
• લીલીયાના ભાઈશ્રી મગનલાલભાઈ મહેતા (તેઓ રાજકોટના ભાનુબેન
વછરાજના પિતાજી) ઉધના મુકામે તા. ૧૧–૧–૭૨ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
સોનગઢના સાહિત્યના અભ્યાસનો તેમને ઘણો પ્રેમ હતો, ને સુંદર માર્ગની પ્રશંસા
તથા બહુમાન કરતા હતા.
• મણીપુર સમાજના આગેવાન કાર્યકર શ્રી કસ્તુરચંદજી પાટની તા. ૨૭–૧૨–૭૧ના
રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
• કુણગામના ભાઈશ્રી ગુલાબચંદજીના માતાજી ગતમાસમાં સ્વર્ગવાસ પામ્યા છે.
(ગુલાબચંદજી અગાઉ સોનગઢમાં જિનમંદિરના પૂજારી હતા. હાલ હિંમતનગરમાં છે.)
• મુંબઈ મુકામે તા. ૩–૧–૭૨ ના રોજ ભાઈશ્રી જયવંત મગનલાલ ઉદાણી સ્વર્ગવાસ
પામ્યા છે. તેઓ ત્રણમાસ અગાઉ સોનગઢ ગુરુદેવના ખાસ દર્શન કરવા આવ્યા હતા.
–સ્વર્ગસ્થ આત્માઓ વીતરાગી દેવગુરુધર્મની છાયામાં આત્મહિત પામો.