Atmadharma magazine - Ank 340
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 44 of 49

background image
: માહ : ૨૪૯૮ આત્મધર્મ : ૪૧ :
સાગરમાં જૈન શિક્ષણશિબિર અને ધર્મપ્રભાવના
ગુરુદેવના પ્રતાપે આજે મહાન જ્ઞાનપ્રભાવના થઈ રહી છે. મધ્યપ્રદેશમાં પણ
ઠેરઠેર મુમુક્ષુ મંડળદ્વારા સારી જાગૃતી આવેલ છે, ને તત્ત્વજ્ઞાનનો પ્રચાર વધતો જાય છે.
ગત સાલ જેમ રાજસ્થાનના જયપુરમાં તત્ત્વજ્ઞાનના શિક્ષણનું મહાન આયોજન થયું
હતું તેમ આ સાલ મધ્યપ્રદેશના સાગર શહેરમાં સ્થાનીય જૈનસમાજના ઉત્સાહભર્યા
સહકારપૂર્વક શેઠશ્રી ભગવાનદાસજી શોભાલાલજી તરફથી જૈન તત્ત્વજ્ઞાનના શિક્ષણનું
મહાન આયોજન થયું હતું. સાગરમાં જાણે મુમુક્ષુઓનો સાગર ઉમટયો હતો.
સાગરશહેરમાં જૈનોની વસ્તી ઘણી છે ને અનેક વિશાળ દિગંબર જિનમંદિરો છે.
શિક્ષણશિબિરના પંદર દિવસ દરમ્યાન અધ્યાત્મનું વાતાવરણ ફેલાઈ ગયું હતું; અનેક
વિદ્વાનો આવ્યા હતા તથા આસપાસના કેટલાક ગામોથી હજારો જિજ્ઞાસુઓ લાભ લેવા
આવતા હતા. ધાર્મિક મહોત્સવનું ભવ્ય વાતાવરણ દેખીને સૌને હર્ષ થતો હતો,
શિક્ષણશિબિરમાં અલગ અલગ સ્થળોએ મળીને દરરોજ ત્રણ–ચારહજાર જેટલા
જિજ્ઞાસુઓ તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં ભાગ લેતા હતા. આ પ્રસંગે જિનમંદિરોને પણ
શણગારવામાં આવ્યા હતા. અંતિમ દિવસે ઉત્સવની પૂણતાના ઉપલક્ષમાં જિનેન્દ્રદેવની
મહાન રથયાત્રા નીકળી હતી. હાથી–ઘોડા–બેન્ડવાજા–કેશરિયા ઝંડા–ઐતિહાસિક ચિત્રો–
ભજન મંડળી અને હજારો જનસમૂહના હર્ષનાદથી ગાજતી ભવ્ય રથયાત્રા દેખીને ઘણા
કહેતા કે આવી મહાન પ્રભાવશાળી રથયાત્રા સાગરમાં અપૂર્વ છે. ૧પ દિવસ સુધી
સાગરમાં વીતરાગમાર્ગની જે જ્ઞાનગંગા વહી તેની સફળતા માટે શેઠશ્રી ભગવાનદાસજી
અને તેમના પરિવારે તન–મન–ધનથી સુંદર આયોજન કર્યું હતું, અને સૌએ પ્રસન્નતા
બતાવી હતી તથા ગુરુદેવનો ઉપકાર માન્યો હતો. જૈનધર્મના સાચા પ્રચાર માટે ઠેરઠેર
અને વારંવાર આવા તત્ત્વજ્ઞાનના ઉત્સવો જરૂરી છે. આવા તત્ત્વપ્રચારના સફળ
આયોજન માટે જયપુરની જેમ સાગરને પણ ધન્યવાદ! (આ ઉપરાંત મધ્યપ્રદેશની
બીજા કેટલાય ગામોમાં પણ ઉત્સાહપૂર્વક મુમુક્ષુમંડળ ચાલે છે ને તત્ત્વજ્ઞાનનો સારો
પ્રચાર થાય છે.)