Atmadharma magazine - Ank 340
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 45 of 49

background image
: ૪૨ : આત્મધર્મ : માહ : ૨૪૯૮
વાંદરો અને સિંહ
આ ચિત્ર સંબંધમાં
બોધકથારૂપ લખાણ લખી
મોકલવા પાઠકોને નિમંત્રણ
આપેલું; નાના–મોટા અનેક
જિજ્ઞાસુ પાઠકોએ તે
નિમંત્રણ સ્વીકારીને સરસ
લેખો લખી મોકલ્યા છે, એક
કાવ્ય પણ આવ્યું છે. ચિત્ર
દ્વારા સૌએ ભેદજ્ઞાન સંબંધી
સરસ કલ્પના કરીને
બોધકથા લખી મોકલી છે.
ભેદજ્ઞાનના આવા ઉત્તમ
સંસ્કારનો પ્રચાર દેખીને
‘આત્મધર્મ’ ગૌરવ અનુભવે
છે. ભેદજ્ઞાનની ભાવનાવાળા
આવા પાઠકોનો સમૂહ તે
આત્મધર્મની શોભા છે. લેખ
મોકલનાર સૌને ધન્યવાદ! કેટલાક લેખ આ અંકમાં આપ્યા છે; બીજા
આવતા અંકે આપીશું. ઈનામનો નિર્ણય પણ આવતા અંકે આપીશું. (–સં.)
મૂરખ સિંહ અને ચાલાક વાંદરો
આત્મા સિંહ જેવો શૂરવીર છે, પણ તે પોતાને ભૂલીને અજ્ઞાનથી કેવો
દુઃખી થાય છે–તે વાત આ બોધચિત્ર આપણને સમજાવે છે.
એક હતો સિંહ; એને ભૂખ લાગી. જંગલમાં એક ઝાડ ઉપર વાંદરો હતો;
નીચે તેની છાયા હતી. સિંહને થયું કે મને સરસ શિકાર મળ્‌યો. એટલે તેણે
વાંદરાના પડછાયા ઉપર તરાપ મારી. ત્યારે ડાળી ઉપર ઊંચે બેઠેલો વાંદરો
કહે છે કે અરે વનના રાજા! હું તો અહીં ડાળ ઉપર બેઠો