ઉત્તર:–હા; આ ચોવીસીમાં સૌથી વધુ (૧૧૦) ગણધરો પદ્મપ્રભુને, અને સૌથી
ઓછા (૧૦) ગણધરો પાર્શ્વનાથપ્રભુને હતા. બધાય ગણધરો નિયમથી તે ભવે
મોક્ષ પામે છે.
પ્રશ્ન:–‘જિનપદ નિજપદ એકતા’ એટલે શું?
ઉત્તર:–જેવું જિનપદ તે જ નિજપદ–એમ કહીને આત્માનો પરમાર્થસ્વભાવ
બતાવ્યો છે. જિન જેવા નિજસ્વભાવને જાણે તે જિન થાય. જીવ સમ્યગ્દ્રષ્ટિ થયો
(અથવા સમ્યગ્દર્શન થવા માટેના ત્રણ કરણમાં પ્રવેશ્યો) ત્યાં તેને ‘જિન’ કહ્યો
છે. પ્રવચનસારમાં, અરિહંતને ઓળખતાં આત્મા ઓળખાય છે–એમ કહ્યું છે, તે
પણ જિનપદ અને નિજપદની સમાનતા સૂચવે છે.
પ્રશ્ન:–આત્માને ‘પરમાત્મા’ કેમ કહ્યો?
ઉત્તર:–સર્વજ્ઞતારૂપ પરમ ઉત્કૃષ્ટ તેનો સ્વભાવ છે તેથી તે પરમ આત્મા છે.
પ્રશ્ન:–પરમાત્મા હોવા છતાં તે સંસારમાં કેમ ભટકે છે?
ઉત્તર:–પોતાના પરમાત્મસ્વભાવને ભૂલ્યો છે માટે.
પ્રશ્ન:–પરમબ્રહ્મના જિજ્ઞાસુને અર્થાત્ મોક્ષના અભિલાષીને કાંઈ કાર્ય કરવાનું
રહે છે?
ઉત્તર:–હા; એને જ ખરૂં કાર્ય કરવાનું છે. પોતાના સ્વભાવનું સમ્યક્ભાન અને
તેમાં લીનતા, અર્થાત્ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મહાન કાર્ય એ દરેક
જિજ્ઞાસુનું કર્તવ્ય છે. અને આવા પોતાના જ્ઞાનભાવમય કાર્ય સિવાય અન્ય
સમસ્ત કાર્યોમાં તેને અકર્તાપણું છે. આ પરમ બ્રહ્મની એટલે કે કેવળજ્ઞાનની
પ્રાપ્તિનો ઉપાય છે.
પ્રશ્ન:–જો ઈશ્વર આ જીવને કાંઈ નથી કરતા, તેમજ એકદ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ
નથી કરતું, તો જીવને મોક્ષ, સ્વર્ગ, નરક વગેરે કોણ કરે છે?
ઉત્તર:–જીવ પોતે પોતાના તે–તે પ્રકારના ભાવથી મોક્ષાદિકરૂપ થાય છે; પોતે જ
પોતાની તેવી પર્યાયોને કરે છે, બીજા કોઈ કર્તા નથી.
પ્રશ્ન:–અમેરિકાથી એક જિજ્ઞાસુ ભાઈ પૂછાવે છે કે–