: ૨૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૮
અવધિજ્ઞાન સિવાય જિનાગમ દ્વારા પરમાણુના યથાર્થસ્વરૂપનો નિર્ણય
થઈ શકે છે, –તે પરોક્ષજ્ઞાન છે.
પ્રશ્ન–
પડ્યો હતો ભ્રાંતિમાં કે આત્મા પરથી અભિન્ન છે;
જાગ્યો હવે જાણી લીધું કે આત્મા સર્વથી ભિન્ન છે.
–આટલું જાણ્યું, પણ હવે પછી શું?
ઉત્તર:–જાણ્યું જ નથી. ખરેખર જેણે આટલું જાણ્યું તેને ‘હવે પછી શું’ એવો પ્રશ્ન
રહે નહિ. સ્વ–પરની ભિન્નતા જેણે યથાર્થ જાણી તેની પરિણતિ સ્વ તરફ વળે,
અતીન્દ્રિય આનંદને અનુભવે, ને હવે સાદિઅનંત આ જ કરવાનું છે–એમ
નિઃસંદેહતા થાય. આમ થાય ત્યારે જ સ્વ–પરને ખરેખર જુદા જાણ્યા કહેવાય.
પરિણતિ પરમાં જ રહ્યા કરે ને સ્વમાં ઝુકે નહિ તો તેણે પરથી ભિન્ન જાણી કેમ
કહેવાય?
પ્રશ્ન:–ક્રોધાદિ વિભાવપર્યાયમાં તો બીજું નિમિત્ત હોય, પણ શુદ્ધપર્યાયમાંયે
નિમિત્ત હોય?
ઉત્તર:–હા; શુદ્ધભાવમાંય કોઈને કોઈ નિમિત્ત હોય છે, કાં દેવ–ગુરુ નિમિત્ત, કાં
કાળ નિમિત્ત, કાં દેહાદિ યોગ્ય નિમિત્ત હોય છે. જો કે કાર્ય તો નિમિત્તથી
નિરપેક્ષપણે, સ્વયં પોતાથી થાય છે, પણ નિમિત્તનું નિમિત્ત તરીકે અસ્તિત્વ
હોય છે.
વિભાવપર્યાયમાં જેમ કર્મનું નિમિત્ત છે તેમ શુદ્ધપર્યાયમાં કર્મ નિમિત્ત નથી;
તેમજ તે પર્યાયમાં પરનો આશ્રય નથી તેથી તેને નિરપેક્ષ કહેવાય છે. પણ તેથી
કાંઈ પર ચીજ તેમાં નિમિત્ત પણ ન હોય–એમ નથી. સિદ્ધભગવાનનેય કેવળજ્ઞાનમાં
લોકાલોક નિમિત્ત છે. પર ચીજ નિમિત્ત હોય તે કાંઈ દોષનું કારણ નથી.
પ્રશ્ન:–એક સાથે વધુમાં વધુ કેટલા જીવો કેવળજ્ઞાન પામે?
ઉત્તર:–એકસો ને આઠ.
પ્રશ્ન:–કોઈને સીધું ક્ષાયિક સમ્યક્ત્વ થાય?
ઉત્તર:–ના; ક્ષાયોપશમિક પૂર્વક જ ક્ષાયિક સમ્યક્ત્વ થાય. અનાદિના જીવને પહેલાંં
ઔપશમિક સમ્યક્ત્વ થાય, ને પછી ક્ષાયોપશમિક પૂર્વક જ ક્ષાયિક થાય–એ નિયમ
છે. એટલે, દરેક મોક્ષગામી જીવ ત્રણે પ્રકારના સમ્યક્ત્વનો જરૂર પામે જ.