સ્થાપના થઈ; આચાર્યઅનુજ્ઞાની વિધિમાં ભક્તોએ પોતાની ભાવના ગુરુદેવ સમક્ષ
વ્યક્ત કરી કે અહો! આવા વીતરાગી દેવગુરુધર્મની પ્રભાવના માટે, ને ચંચળ લક્ષ્મીનો
મોહ ઘટાડવા માટે અમે જિનેન્દ્રદેવની પ્રતિષ્ઠાનો મહોત્સવ કરવા માંગીએ છીએ...તે
માટે હે ગુરુ! આજ્ઞા આપો! એ પ્રમાણે ગુરુદેવના મંગલ–આશીષપૂર્વક પ્રતિષ્ઠા–
મહોત્સવ શરૂ થયો. ઈન્દ્રોએ યાગમંડલ વિધાનદ્વારા નવ દેવોનું (અરિંહત, સિદ્ધ,
આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, જિનાલય, જિનબિંબ, જિનવાણી અને જિનધર્મ–એ નવ દેવો
પૂજ્ય છે તેમનું) પૂજન કર્યું.
વાતાવરણ સહિત જિનમંદિરે આવ્યા...ભક્તોથી ઊભરાઈ રહેલું મંદિર શોભતું
હતું...કાલે તો આ મંદિરમાં જિનેન્દ્રભગવાન બિરાજશે, ને ધર્માત્માઓ ભક્તિભાવથી
પ્રભુજીને પૂજશે. સાંજે ઈન્દ્ર–ઈન્દ્રાણી દ્વારા નિજમંદિરની વેદી–કળશ–ધ્વજ શુદ્ધિની વિધિ
થઈ; તેમાં કેટલીક મુખ્ય વિધિ પૂજ્ય બેનશ્રી–બેનના સુહસ્તે થઈ હતી. આ પ્રસંગે
ભક્તજનોનો મહાન આનંદ–ઉલ્લાસ, નાનકડા મંદિરમાં તો સમાતો ન હતો. અમરેલીનું
જિનમંદિર બરાબર ટાવરની સામે, મુખ્ય બજારની મધ્યમાં એવું શોભી રહ્યું છે કે
બજારમાં ઠેઠ ટાવર પાસેથી પણ પ્રભુના દર્શન થાય છે. જિનમંદિરની ઘણા વર્ષોની
ભાવના ફળી તેથી અમરેલીના ભક્તજનો હર્ષ અને તૃપ્તિ અનુભવતા હતા. જિનમંદિર
માટે તથા પ્રતિષ્ઠામહોત્સવ માટે ખાસ કરીને ભાઈશ્રી પ્રવીણભાઈ ડોકટર અને તેમના
પરિવારે, તથા કમાણી પરિવારે અને ખારા કુટુંબના પરિવારે હર્ષોલ્લાસપૂર્વક ભાગ
લીધો હતો. પ્રવીણભાઈ ડોકટરે તો ભરલત્તામાં આવેલું પોતાનું કિંમતી મકાન
જિનમંદિર માટે અર્પણ કરી દીધું હતું. અહા, અમારું ઘર જિનેન્દ્રભગવાનનું ધામ બને–
એના જેવું રૂડું શું! એમ ભક્તિભાવથી તેમણે પોતાનું મકાન વિનામૂલ્યે આપ્યું છે.
અમરેલી પૂ. શ્રી શાંતાબેનનું ગામ હોવાથી, જિનેન્દ્રભક્તિની ઘણી તમન્નાપૂર્વક
તેઓશ્રીએ જિનમંદિરના બધા કાર્યોમાં ઉલ્લાસપૂર્વક પ્રેરણા આપી હતી. તથા શેઠશ્રી
નરભેરામભાઈ કામાણીએ સ્વહસ્તે આ જિનમંદિરનું શિલાન્યાસ કરીને જિનમંદિરના
કાર્યમાં પ્રોત્સાહન આપ્યું હતું. આમ ગુરુદેવના પ્રભાવના યોગે ધર્મકાર્યમાં ચારે તરફથી
સુયોગ બની ગયો હતો. ભરબજાર વચ્ચે રસ્તામાં ચાલતાં–ચાલતાં પણ
જિનભગવાનના દર્શન થાય–એવી જિનમંદિરની રચના દેખીને હર્ષ થાય છે... કે “હરતાં
ફરતાં પ્રગટ પ્રભુને દેખું રે...મારું જીવ્યું ધન્ય થયું લેખું રે.” સાધકને