સિંહદાદાએ કૂવામાં પોતાની છાયા દેખીને તેને જ સાચો સિંહ માની લીધો ને તેની સાથે
લડવા કુવામાં ઝંપલાવીને ડુબી મર્યા.
છાયા પર સિંહે પંજો માર્યો, ત્યાં તો ઉપરનો વાંદરો ધ્રૂજી ઊઠ્યો, ને ‘સિંહ મને મારી
નાંખશે’ એવા ભયથી નીચે પડ્યો. એમ તું પણ હમણાં નીચે પડવાનો છો.
નહિ હોય કે હું સોનગઢના આંબાવનમાં રહી આવ્યો છું. એ સોનગઢમાં એક મહાત્માના
પ્રતાપે ભેદજ્ઞાનના વાયરા વાઈ રહ્યા છે; ત્યાંના મનુષ્યો તો જડ–ચેતનનું ભેદજ્ઞાન
કરનારા છે, ને તે દેખીને મારા જેવા વાંદરાને પણ દેહને આત્માની ભિન્નતાની ભાવના
જાગી છે. હવે, છાયાને પોતાનું રૂપ માનીને પ્રાણ ગુમાવવાના મૂર્ખાઈના જમાના ગયા.
તમે તમારે છાયા ઉપર ગમે તેટલા પંજા મારોને, હું તો છાયાથી જુદો નિર્ભયપણે મારા
સ્થાને બેઠો છું.
ભિન્નતાના ભાનથી આ વાંદરાને કેવી નિર્ભયતા છે! તો પછી, દેહ અને આત્માની
ભિન્નતા જાણવાથી તો કેવી નિર્ભયતા થાય! આમ સિંહને વિચારવાનું પરિવર્તન થયું.
કાળરૂપી સિંહનો પણ ભય રહેતો નથી; કાળરૂપી સિંહ આવે કે મૃત્યુ આવે, તોપણ તેને
પાછો વાળી દ્યે કે અરે કાળ! તું ચાલ્યો જા...મારી પાસે તારું જોર નહિ ચાલે; તારો પંજો
મારા ઉપર નહિ ચાલે, કેમકે હું કાંઈ દેહ નથી, હું તો અવિનાશી આતમરામ છું;
મૃત્યુરૂપી સિંહ મને મારી શકે નહીં.