: ૩૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૮
સિંહે મુનિરાજના ઉપદેશથી આવું ભેદજ્ઞાન કર્યું હતું ને પછી તે ભરતક્ષેત્રમાં તીર્થંકર
થયા હતા. વળી ઋષભદેવ પ્રભુએ પૂર્વભવમાં જ્યારે મુનિએ આહારદાન દીધું ત્યારે પણ
એક સિંહ અને વાંદરાએ એક સાથે અનુમોદના કરી હતી, સાથે બેસીને ઉપદેશ સાંભળ્યો
હતો; ને અંતે તેઓ બંને ઋષભદેવ ભગવાનના પુત્રો થઈને મોક્ષમાં ગયા. આપણે પણ
હવે મિત્રપણે સાથે રહેશું ને ભેદજ્ઞાન કરીને ભગવાન થઈશું.
વાંદરાની વાત સાંભળીને સિંહે હિંસકભાવ છોડી દીધા, શાંતભાવ પ્રગટ કરીને
ભેદજ્ઞાન કર્યું; અને તે સિંહ તથા વાંદરો એકબીજાના સાધર્મી–મિત્રો બની ગયા.
ધન્ય તે સિંહ! ધન્ય તે વાંદરો!
(નાનકડા બંધુઓ, તમે આ સિંહ અને વાંદરાની વાર્તામાંથી ભેદજ્ઞાનનો ઉત્તમ
બોધ ગ્રહણ કરજો શરીર અને આત્મા જુદા છે––એવી સમજણ કરજો.)
(વિશેષ આવતા અંકે)
“અહો, મને રત્ન મળ્યું!”
વીતરાગવાણીરૂપી સમુદ્રના મંથનથી જેણે શુદ્ધચિદ્રપ–રત્ન
પ્રાપ્ત કર્યું છે એવો મુમુક્ષુ ચૈતન્યપ્રાપ્તિના પરમ ઉલ્લાસથી કહે છે કે
અહો! મને સર્વોત્કૃષ્ટ ચૈતન્યરત્ન મળ્યું, સર્વજ્ઞ ભગવાનની
વાણીરૂપી શ્રુતસમુદ્રનું મંથન કરી–કરીને, કોઈપણ પ્રકારે વિધીથી
મેં, પૂર્વે કદી નહીં પ્રાપ્ત કરેલું અને પરમપ્રિય એવું શુદ્ધ ચૈતન્યરત્ન
પ્રાપ્ત કરી લીધું છે. ચૈતન્યરત્નની પ્રાપ્તિથી મારી મતિ સ્વચ્છ થઈ
ગઈ છે; તેથી મારા ચૈતન્ય સિવાય અન્ય કોઈ દ્રવ્ય મને મારું
ભાસતું નથી. આ ચૈતન્યરત્નને જાણી લીધા પછી હવે જગતમાં
મારા ચૈતન્યરત્નથી ઊંચો બીજો કોઈ એવો પદાર્થ નથી કે જે મારે
માટે જ્ઞેય હોય–દ્રશ્ય હોય કે ગમ્ય હોય. જગતમાં ચૈતન્યથી અન્ય
બીજું કોઈ કાર્ય નથી, બીજું કોઈ વાચ્ય નથી, બીજું કોઈ ધ્યેય
નથી, બીજું કાંઈ શ્રવણયોગ્ય નથી, બીજું કાંઈ પ્રાપ્ત કરવા જેવું
નથી, બીજું કોઈ શ્રેય નથી, બીજું કોઈ આદેય નથી.
વાહ, કેવું અદ્ભુત છે મારું ચૈતન્યરત્ન!
(રત્નસંગ્રહમાંથી)