શ્રીગુરુ તને સ્વઘરમાં વાસ્તુ કરાવે છે કે હે જીવ! તું તારા આત્માને ચૈતન્યસ્વરૂપ
જાણીને તેની સેવા કર. તેનાથી જ તારું કલ્યાણ થશે.
ખેતરમાં રખડીને જ્યારે ઘરે ગમાણમાં આવે છે ત્યારે હોંશથી દોડતા–દોડતા આવે છે.
બળદ જ્યારે ખેતરમાં મજુરી માટે જતા હોય ત્યારે હળવે હળવે જાય પણ મજુરીથી
છૂટીને આખી રાત આરામ કરવા ને ઘાસ ખાવા ઘરે પાછા ફરતા હોય ત્યારે તો દોડતા–
દોડતા આવે છે. અરે! બળદ જેવા પશુનેય છૂટકારાના પંથનો આવો ઉલ્લાસ આવે છે.
તો હે જીવ! તને વીતરાગી સંતો તારા છૂટકારાનો માર્ગ બતાવે છે. અનાદિથી સંસારમાં
રખડીરખડીને જીવ થાક્્યો, હવે શ્રીગુરુ તેને શાંતિનું ધામ એવું સ્વઘર બતાવે છે; તે
સ્વઘરમાં રહીને સાદિઅનંતકાળ આનંદનો ભોગવટો કરવાનો છે; તો સ્વઘરમાં
આવવાનો ઉમંગ કોને ન આવે? તું તારા આત્માનો પરમ ઉલ્લાસ લાવીને તારા
સ્વતત્ત્વમાં આવ. અનાદિનાં દુઃખોથી છૂટકારાનો આવો મજાનો માર્ગ! તે સાંભળતાં
મુમુક્ષુ જીવ પરમ ઉલ્લાસથી આત્માને સાધે છે. એનું નામ જ્ઞાનની સેવા છે, એ જ
મોક્ષમાર્ગ છે.
ઉત્પાદ–વ્યય–ધ્રુવસ્વરૂપ આત્મા છે. આત્માનું આવું સ્વરૂપ વીતરાગમાર્ગમાં જ છે.
મોક્ષની ભીખ માંગે–એ તને શોભતું નથી. ચૈતન્યરાજા રાગની સેવા કરે–એ કાંઈ તેને
શોભે? ના; એ તો મોહભજન છે. ચૈતન્યરાજાની સેવા તો રાગ વગરની છે. જ્ઞાનવડે
ચૈતન્યરાજાની સેવા કરતાં તે પોતાને મહાન આનંદ આપે છે, શાંતિના સુખના અપાર
નિધાન આપે એવો આ ચૈતન્યરાજા છે. તેના જ્ઞાન–શ્રદ્ધા–એકાગ્રતાવડે અપૂર્વ મોક્ષમાર્ગ
પ્રગટ થાય છે. માટે હે મોક્ષાર્થી જીવો? તમે સતત આવા જ્ઞાનસ્વરૂપે પોતાને
અનુભવો...આનંદધામ તમે પોતે છો તેને ઓળખીને તેમાં વસો...એ મંગલ વાસ્તુ છે.