Atmadharma magazine - Ank 341
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 43

background image
: ફાગણ : ૨૪૯૮ આત્મધર્મ : ૩ :
અનાદિથી બહુ દુઃખી થયો આત્મા જ્ઞાનસ્વરૂપ તો છે જ, પણ ‘હું જ્ઞાનસ્વરૂપ છું’ એવી
અનુભૂતિ જ્યાં સુધી ન કરે ત્યાંસુધી જ્ઞાનનો સ્વાદ આવે નહિ, એટલે જ્ઞાનની સેવા
થાય નહીં. અરે, જ્ઞાનની સેવા કરે–એની દશા તો રાગથી જુદી પડી જાય, ને અલૌકિક
આનંદના વેદનસહિત તેને મોક્ષમાર્ગ પ્રગટે.
જુઓને, આત્માની સેવા કરવાનું બતાવવા માટે દ્રષ્ટાંત પણ ‘રાજા’ નું આપ્યું
છે. રાજા એટલે શ્રેષ્ઠ! મોક્ષાર્થીને માટે આ ચૈતન્યસ્વરૂપ જ્ઞાયક રાજા જ સૌથી શ્રેષ્ઠ છે,
તે જ સેવવાયોગ્ય ને આરાધવાયોગ્ય છે. આત્મ–રાજા તો ચૈતન્યભાવમાં તન્મય છે; તે
કાંઈ રાગાદિ સાથે તન્મય નથી; એટલે આત્માની સેવા કરનાર રાગની સેવા કરે નહીં;
રાગથી જુદો પડીને, જ્ઞાનમાં તન્મય થઈને જ્ઞાનભાવપણે જે પરિણમ્યો તેણે
ચૈતન્યરાજાની સેવા કરી, તેણે જ્ઞાનનું સેવન કર્યું.
જિનભગવાને આવા જ્ઞાનસ્વરૂપ આત્મામાં વસવાનો ઉપદેશ કર્યો છે. જ્ઞાનમાં
વસવું તે સાચું વાસ્તુ છે. રાગરૂપી પરઘરમાં અનાદિથી વસી રહ્યો છે, એટલે રાગથી
જુદો પડીને જ્ઞાનને એકક્ષણ પણ તેણે સેવ્યું નથી. એકક્ષણ પણ જો રાગથી જુદો પડીને
જ્ઞાનને સેવે, જ્ઞાનરૂપે પોતાને અનુભવે, તો મોક્ષનો માર્ગ ખુલ્લી જાય. માટે હે મોક્ષાર્થી
જીવો! તમે સ્વસન્મુખ થઈને જ્ઞાનવડે આ ચૈતન્યરાજાને સેવો; તેને જાણીને તેની શ્રદ્ધા
કરો, ને તેમાં ઠરો.
અરે, રાગને સેવે તેને મોક્ષાર્થી કેમ કહેવાય? રાગનો અર્થી તે મોક્ષનો અર્થી
નહીં; મોક્ષનો અર્થી તે રાગનો અર્થી નહીં. જ્ઞાન–આનંદનું ધામ આત્મા પોતે છે, પણ
જ્યાં સુધી તે પોતે પોતાને જ્ઞાનરૂપે અનુભવતો નથી ત્યાં સુધી જ્ઞાનની સેવા થતી નથી,
ને જ્ઞાનની સેવા વગર મોક્ષની સિદ્ધિ થતી નથી. માટે જિનશાસનમાં ભગવાને મોક્ષાર્થી
જીવોને જ્ઞાનની સેવાનો ઉપદેશ દીધો છે.
જોકે આત્મા જ્ઞાનસ્વરૂપ તો છે જ, તોપણ અજ્ઞાની જ્ઞાનને એકક્ષણ પણ
અનુભવતો નથી, તે તો રાગને જ સેવે છે. જો ‘હું જ્ઞાનસ્વરૂપ છું’ એમ પોતે ઓળખે–
અનુભવે તો રાગથી ભિન્ન જ્ઞાનદશારૂપે પરિણમે, અને ત્યારે તેણે જ્ઞાનની સેવા કરી
કહેવાય; ‘હું જ્ઞાન છું’ એવા શ્રદ્ધા–જ્ઞાન–અનુભવ વડે આત્મરાજાની સેવા કરતાં આત્મા
જરૂર સિદ્ધિને પામે છે; અને આવા જ્ઞાનમય આત્મરાજાની સેવા વગર બીજા કોઈપણ
ઉપાય વડે આત્મા સિદ્ધિને પામતો નથી.
હે ભાઈ! જેમાં અનંતગુણ વસેલા છે એવી ચૈતન્યવસ્તુ તું પોતે છો; અરે
ચૈતન્યરાજા! તારા અચિંત્ય વૈભવને તેં કદી જાણ્યો નથી, તારા સ્વઘરમાં તેં વાસ