૩૪૨
સર્વજ્ઞભગવાનના કહેણ આવ્યા છે
ચૈતન્યતત્ત્વના ગંભીર મહિમાનું અદ્ભુત
સ્વરૂપ સમજાવતાં ગુરુદેવ અત્યંત પ્રમોદથી કહે છે
કે વાહ! આ તો મોક્ષદશાને વરવા માટે
સર્વજ્ઞભગવાનનાં કહેણ આવ્યા છે. ચૈતન્યના
અનંતગુણની શુદ્ધતારૂપી અનંતા કરિયાવર
(આત્મવૈભવ) સહિત મોક્ષલક્ષ્મીને વરવા માટે
ભગવાનનું આ કહેણ આવ્યું છે કે હે જીવ! તું આવા
ચિદાનંદ સ્વરૂપને લક્ષમાં લઈને તેની લગની લગાડ.
ચૈતન્યસ્વરૂપનો નિર્ણય કરીને તેની સાથે લગન
કરતાં, તેમાં ઉપયોગને જોડીને સ્વાનુભવ કરતાં
અપૂર્વ આનંદસહિત તને મોક્ષની પ્રાપ્તિ થશે.
“અહા! ગુરુદેવ! આપ ભગવાન પાસેથી
મોક્ષની પ્રાપ્તિનું કહેણ લાવ્યા છો... તે ઉત્તમ કહેણને
અમે અંતરના આનંદથી સ્વીકાર્યું છે. ભગવાનના
કહેણને કોણ ન સ્વીકારે?
તંત્રી : પુરુષોતમદાસ શિવલાલ કામદાર સંપાદક : બ્ર. હરિલાલ જૈન