૩૪૨A
* ચૈતન્યની આરાધના *
મુમુક્ષુ જીવે પોતાના જીવનમાં જે કાંઈ કરવાનું છે
તે ૫ોતાની ચૈતન્ય–આરાધના પુષ્ટ થાય–તે જ
કરવાનું છે. દેવ–ગુરુની સેવા કે શાસ્ત્રસ્વાધ્યાય,
સત્સંગ કે વૈરાગ્ય, ધર્મશ્રવણ કે સાધર્મીસંગ–તે
બધાયમાં પોતાના આત્માની ચૈતન્યઆરાધના
પ્રાપ્ત થાય ને પુષ્ટ થાય–એ જ મુમુક્ષુનું ધ્યેય, એ
જ લક્ષ ને એજ એક પ્રયોજન છે. ગુરુદેવ
ફરીફરીને રોજેરોજ પ્રવચનમાં એ જ વાત ઘૂંટાવે
છે. એ એક જ ભાવને અંતરમાં ઘૂંટીઘૂંટીને
મુમુક્ષુઓ ચૈતન્યની આરાધના સુધી પહોંચે છે....ને
પંચપરમેષ્ઠીની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે.
જય હો આત્મઆરાધના–દાતાર ગુરુદેવનો!
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૮ પ્ર. વૈશાખ (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૨૯ : અધિક અંક