Atmadharma magazine - Ank 342a
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 49

background image
ગુરુદેવના ઉપકાર [સંપાદકીય]

વૈશાખ સુદ બીજ આવી રહી છે...ને ગુરુકહાનજન્મની મંગલ
વધાઈ લાવી રહી છે. ૭૦મી જન્મજયંતિ ફત્તેપુરમાં ઉજવાઈ હતી, આજે
૧૩ વર્ષ બાદ ફરીને ૮૩મી જન્મજયંતિનો મહોત્સવ ઉજવવાનું સૌભાગ્ય
ફત્તેપુરને મળે છે. જન્મોત્સવ ઉપરાંત જિનેન્દ્ર ભગવાનની પંચકલ્યાણક
પ્રતિષ્ઠાનો મહોત્સવ, તેમજ જૈનધર્મની પ્રભાવનાને લગતા અનેક
કાર્યક્રમો પણ ફત્તેપુરમાં તા. ૨ થી ૧૬ મે સુધીમાં થશે. ભારતના હજારો
ભક્તો આ આનંદઉત્સવમાં ભાગ લેશે.
અહા, દેવ–ગુરુ–ધર્મના આવા મંગલ મહોત્સવ અને આત્મહિતનો
માર્ગ જેમના પ્રતાપે પ્રાપ્ત થયા છે તે ગુરુદેવના ઉપકારની શી વાત!
ગંભીર વીતરાગી ચૈતન્યતત્ત્વ જેઓ અત્યંત અનુગ્રહથી સદાય દેખાડી
રહ્યા છે. તે ગુરુની સાચી સેવા ને આ જ્ઞાની ઉપાસના તો ચૈતન્યતત્ત્વને
લક્ષગત કરીને જ થઈ શકે. અને પછી, એવા લક્ષપૂર્વક જે ઉત્સવ થાય
તે, માત્ર જન્મનો ઉત્સવ નહિ પણ ‘ચૈતન્યની આરાધનાનો અપૂર્વ
ઉત્સવ’ હોય–એવા ભાવથી ઉજવાય છે.–આપણે પણ વૈશાખ સુદ બીજે
એવો જ મંગલ ઉત્સવ ઉજવીશું.