Atmadharma magazine - Ank 342a
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 49

background image
: પ્ર. વૈશાખ : ૨૪૯૮ “આત્મધર્મ” : ૨૫ :
વર્દ્ધમાનપુરીમાં ગુરુદેવે સંભળાવેલ
વીરનાથનો સન્દેશ
અઢી હજારવર્ષ પહેલાંં વીર–વર્દ્ધમાન ભગવાન જ્યાં સાક્ષાત્
વિચરેલા એવી પાવનભૂમિમાં વીરનાથનું મંગલ કહેણ સંભળાવતાં
ગુરુદેવે કહ્યું કે આ આત્મા પોતાના જ્ઞાન–આનંદસ્વભાવ સાથે
એકત્વરૂપ છે અને રાગાદિ વિભાવોથી વિભક્ત છે; આવો
એકત્વવિભક્ત આત્મા મંગળરૂપ છે અને તેની વાત સાંભળવી તે પણ
એક મંગળ છે. એકત્વ આનંદસ્વરૂપ જ્ઞાયક આત્મા છે તે સુંદર છે, તે
મંગળ છે; તેની શ્રદ્ધા કરવી તે મંગળ છે; અને પ્રેમપૂર્વક તેનું શ્રવણ
કરવું તે પણ મંગળ છે.
સ્વાગત પ્રવચનમાં વઢવાણના શ્રી ગીરધરભાઈ શાહે કહ્યું કે
અમારી આ વર્દ્ધમાનપુરીમાં મહાભાગ્યે અમને આ વાત સાંભળવા
મળી છે. આ સાંભળતાં હૃદયમાં જે ભાવો જાગે છે તે હું વચન દ્વારા કહી
શકતો નથી. હજી તો ઈન્દ્રિયજ્ઞાન વડે લક્ષમાં લેતાં પણ જે શાંતિ મળે
છે, સંસારમાં જય–પરાજય કે માન–અપમાન જેવા પ્રસંગો વચ્ચે પણ જે
શાંતિ રહી શકે છે, તે પણ હું કહી શકતો નથી, તો અતીન્દ્રિય જ્ઞાનવડે
લક્ષમાં લઈને અનુભવ કરતાં જે શાંતિ થાય તેની તો શી વાત!
ગીરધરભાઈએ ખરૂં જ કહ્યું, અને ખરેખરી આત્મશાંતિ
જોઈતી હોય તે મુમુક્ષુએ અતીન્દ્રિયજ્ઞાનવડે પોતાની અંતરની
વસ્તુમાં પહોંચવાનું છે. જે જીવ સ્વવસ્તુમાં પહોંચ્યો તે જગતવિજેતા
થયો, જગતમાં શ્રેષ્ઠ એવું સાચું નિજપદ તેણે પ્રાપ્ત કરી લીધું. આવા
નિજપદનું સ્વરૂપ ગુરુદેવે ૧૧મી ગાથા દ્વારા અહીં દેખાડ્યું છે.
વડ્ઢમાનપુરી જે કે વીરનાથની વિહારભૂમિ છે, તે પૂ. શ્રી ચંપાબેનની
જન્મભૂમિ પણ છે. એવા આ પાવનધામમાં વીરનાથનો સંદેશ
ઝીલતાં મુમુક્ષુઓને આનંદ થતો હતો. ચૈત્રવદ આઠમે અહીંના
જિનમંદિરને ૧૯ મું વર્ષ બેઠું. એ વર્દ્ધમાનપુરીનો સંદેશ વાંચીને
આપને પણ આનંદ થશે.