Atmadharma magazine - Ank 342a
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 49

background image
: પ્ર. વૈશાખ : ૨૪૯૮ “આત્મધર્મ” : ૨૭ :
છે તેને લક્ષમાં–અનુભવમાં લે; તો તારા ભવદુઃખના આરા આવી જશે ને ચૈતન્યસુખનો
અપૂર્વસ્વાદ તને આવશે. આવું સુખ જેમાં અનુભવાય તે જ ભગવાન મહાવીરનો માર્ગ છે.
ચૈતન્યની સન્મુખ થઈને તેનો અનુભવ કરતાં રાગ બહાર રહી ગયા ને જ્ઞાનપરિણતિ
અંદર અભેદ થઈ ગઈ; એટલે ત્યાં રાગાદિભાવો કે ભેદના વિકલ્પોરૂપ વ્યવહાર ન રહ્યો. આ
રીતે શુદ્ધ આત્માનો અનુભવ કરતાં સઘળોય વ્યવહાર અભૂતાર્થ છે. આવું તારું આત્મતત્ત્વ
વિદ્યમાન છે–તે સર્વજ્ઞપરમાત્માએ બતાવ્યું છે. વર્દ્ધમાન ભગવાન અઢી હજાર વર્ષ પહેલાંં
દિવ્યધ્વનિથી ભરતક્ષેત્રમાં આવો આત્મા પ્રકાશતા હતા, અને અત્યારે પણ મનુષ્યક્ષેત્રમાં
વિદેહમાં શ્રી સીમંધરપરમાત્મા વગેરે સાક્ષાત્ તીર્થંકર ભગવંતો દિવ્યધ્વનિથી આવો જ આત્મા
પ્રકાશી રહ્યા છે ને ધર્મીજીવો તેવા આત્માને પોતામાં અનુભવી રહ્યા છે. કુંદકુંદાચાર્યદેવે ત્યાં
જઈને સીમંધર પરમાત્માની વાણી સાંભળેલી; પોતે શુદ્ધાત્માને સાક્ષાત્ અનુભવીને અપૂર્વ
આનંદરૂપ નિજવૈભવ પ્રગટ કર્યો હતો; અને તે જ શુદ્ધાત્મા તેમણે આ સમયસારમાં દેખાડીને
ભરતક્ષેત્રના જીવો ઉપર મોટો ઉપકાર કર્યો છે.
આત્માના શુદ્ધસ્વભાવને અનુભવમાં લેનારો શુદ્ધનય ભૂતાર્થ છે, તેનો આશ્રય કરવાથી
સમ્યગ્દ્રષ્ટિ થઈ શકાય છે. શુદ્ધનયવડે પોતાના શુદ્ધસ્વભાવને જ્યાં સુધી જીવ ન જાણે, અને
વ્યવહારમાં મગ્ન રહે એટલે કે પર્યાયભેદ–રાગ–વિકલ્પમાં મગ્ન રહે ત્યાં સુધી સાચો આત્મા
તેના જ્ઞાનમાં કે શ્રદ્ધામાં આવતો નથી એટલે કે સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન થતું નથી. જીવે
અનાદિથી શુદ્ધવસ્તુને કદી જાણી નથી. શુદ્ધનયવડે શુદ્ધવસ્તુને જાણે–અનુભવે ત્યારે જ જીવનું
કલ્યાણ થાય. તેથી શ્રીગુરુઓએ જીવોના હિતને માટે શુદ્ધનયના ગ્રહણનો ઉપદેશ દીધો છે, ને
વ્યવહારનું અવલંબન છોડાવ્યું છે.––આમ કરવાથી અંદર અતીન્દ્રિય આનંદનું વેદન થાય છે.–
–એ જ ધર્મનું ચિહ્ન છે. અંદર અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યા વગર ધર્મ થાય નહિ.
રાગનો, ભેદના વિકલ્પનો અનુભવ જીવને અનાદિથી છે, અજ્ઞાનથી તેને જ તે આત્મા
માની રહ્યો છે; ભાઈ, તારો ભગવાન, તારો આત્મા, રાગ જેટલો નથી, વિકલ્પમાં પ્રાપ્ત થઈ
જાય એવો તારો આત્મા નથી. આત્મા તો અનંત મહિમાનો ભંડાર છે. એને સ્વસંવેદનમાં
લેતાં શુદ્ધનય પ્રગટે છે ને સર્વે વિકલ્પોથી આત્મા છૂટો પડી જાય છે.–અનંતગુણથી એકરૂપ,
એકરસ પણે આત્મા અનુભવાય છે, તેમાં અતીન્દ્રિયઆનંદ છે, તે જ સમ્યગ્દર્શન અને
જૈનધર્મના પ્રાણ છે.––એ જ વીરનાથનો સન્દેશ છે.