: ૨૮ : “આત્મધર્મ” : પ્ર. વૈશાખ ૨૪૯૮ :
સમ્યક્ત્વરૂપે પરિણમેલા આત્માનો અનુભવ
અનુભવ માટે તું પણ આવા આત્માનો નિશ્ચય કર
[અમદાવાદ : (તા. ૮ થી ૧૩ એપ્રિલ) સમયસાર ગાથા ૩૮ ઉપર પ્રવચનોમાંથી]
વઢવાણશહેરથી પ્રસ્થાન કરીને ચૈત્ર વદ નોમે પૂ. ગુરુદેવ
અમદાવાદ શહેર પધાર્યા; જિનમંદિરમાં બિરાજમાન આદિનાથ
ભગવાનના ઉન્નત પ્રતિમાજીનાં ભક્તિથી દર્શન કર્યાં; તથા
વીતરાગવિજ્ઞાન જૈનપાઠશાળાનું ઉદ્ઘાટન કર્યું. પાટનગરમાં
પાઠશાળા ચાલે તે એક પ્રશંસનીય વસ્તુ છે, ને ગુજરાત–સૌરાષ્ટ્રના
દરેક ગામે પાઠશાળા ચાલુ કરવા માટે ધ્યાન આપવું અત્યંત જરૂરી છે.
સ્વાગત બાદ મંગલપ્રવચનમાં ગુરુદેવે એકત્વ–વિભક્ત આત્માની
સુંદરતા બતાવીને તેનો મહિમા કર્યો. પ્રવચનમાં સમયસાર ગા. ૩૮
તથા ગાથા ૧૧નો ભાવાર્થ વંચાયો. અમદાવાદના હજારો જિજ્ઞાસુઓએ
પ્રેમથી લાભ લીધો.
આ દેહથી ભિન્ન, અંદરના રાગાદિથી પણ ભિન્ન, જે સહજ જ્ઞાન–આનંદસ્વરૂપ આત્મા
છે, તેનું ધ્યાન કરીને તેના શ્રદ્ધા–જ્ઞાન કર્યાં તે ધર્મીજીવ પોતાના સ્વરૂપને એવું અનુભવે છે કે–
હું એક શુદ્ધ સદા અરૂપી, જ્ઞાન–દર્શનમય ખરે;
કંઈ અન્ય તે મારું જરી, પરમાણુમાત્ર નથી અરે! ૩૮
જુઓ, સમયસારની આ ૩૮મી ગાથા ઘણી ઊંચી છે. આત્મા જ્યારે સર્વજ્ઞ
પરમાત્મા થાય ત્યારે તેમને સર્વાંગેથી “ એવો દિવ્યધ્યનિ નીકળે છે; તેમાં આત્માના
અનંત રહસ્ય આવે છે. તે ઝીલીને વીતરાગી સંતો જાતે અનુભવ કરે છે ને શાસ્ત્રો રચે
છે; તેમાં ભગવાન અરિહન્ત પરમાત્માની વાણીનો સાર છે.