Atmadharma magazine - Ank 342a
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 46 of 49

background image
: પ્ર. વૈશાખ : ૨૪૯૮ “આત્મધર્મ” : ૪૩ :
* ઘોડનદીથી સ. નં. ૯૧ શૈલાબેન મિશ્રભાષામાં લખે છે કે–મારા નાનાભાઈને પણ
‘જિનવરનો સંતાન’ બનાવશો. આત્મધર્મ અને સોનગઢના સાહિત્યનો અભ્યાસ
સતત ચાલુ છે. સોનગઢથી ભેટપુસ્તક મળતાં બહુત આનંદ આતા હૈ! પૂજ્યશ્રીના
આશીષથી સમકીતકી પ્રાપ્તિ હોવે–આ આશીર્વાદ માગું છું (બાળપણમાં તમારી
ઉત્તમ ભાવના માટે ધન્યવાદ!)
પ્રશ્ન :–આત્મા ક્યાંથી આવે છે? ને ક્યાં જાય છે?
ઉત્તર :–આત્મસ્વરૂપે સદાય ટકનારો આત્મા, ચારગતિમાં ભમતાં કોઈ પણ એકગતિમાંથી બીજી
ગતિમાં આવે છે, ને તેમાં પોતે કરેલા પુણ્ય–પાપ અનુસાર તે બીજી ગતિમાં જાય છે; એમ
ગતિઓમાં ભ્રમણ કર્યાં કરે છે પણ જ્યારે કોઈક ધન્યપળે પોતાના જ્ઞાનાનંદસ્વરૂપને
ઓળખીને, તેને પૂર્ણપણે સાધે છે ત્યારે તે સિદ્ધ થઈને સિદ્ધાલયમાં જાય છે એટલે કે મોક્ષ
પામે છે, પછી તે કદી સંસારમાં પાછો આવતો નથી. તે સિદ્ધભગવાન થઈને મોક્ષરૂપ
પરમ આત્મસુખને સદાકાળ અનુભવે છે.
વૈરાગ્યસમાચાર–
* વઢવાણશહેરની દીવાળીબાઈ જેચંદ દોશી (તેઓ રતિલાલ જેચંદના માતુશ્રી)ઉ. વ. ૮૩
ફાગણસુદ ૧૧ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
* ધોરાજીના શ્રી કુસુંબાબેન (તેઓ નાનાલાલ વલ્લભદાસના માતુશ્રી ઉંમર વર્ષ ૮૦)
ફાગણવદ ચોથના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તાજેતરમાં ફાગણસુદ ૧૧–૧૨ ના જેતપુર
મુકામે તેમણે ગુરુદેવના દર્શનનો લાભ લીધો હતો.
* બોટાદના ભાઈશ્રી પ્રાણલાલ મગનલાલ શાહ અમદાવાદ મુકામે તા. પ–૪–૭૨ ના રોજ
છત્રીસ વર્ષની યુવાન વયે સ્વર્ગવાસ પામ્યા છે. ગંભીર બીમારીનું ઓપરેશન થવાનું
હોવાથી, તેમણે સ્વર્ગવાસના ચાર–પાંચ દિવસ પહેલાંં ગુરુદેવ પ્રત્યે પત્ર દ્વારા ભક્તિ
વ્યક્ત કરીને ક્ષમાયાચના કરી હતી. ગુરુદેવ આઠમી તારીખે અમદાવાદ પધારે ત્યારે
દર્શન કરવાની તેમને ભાવના હતી પણ તે પહેલાંં ત્રણ દિવસ પહેલાંં તેઓ સ્વર્ગવાસ
પામી ગયા. તેઓ શિક્ષક હતા ને અવારનવાર સોનગઢ આવીને બાળકોને શિક્ષણ પણ
આપતા હતા. શાસ્ત્રઅભ્યાસનો પણ તેમને શોખ હતો.