Atmadharma magazine - Ank 342a
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 45 of 49

background image
: ૪૨ : “આત્મધર્મ” : પ્ર. વૈશાખ ૨૪૯૮ :
આત્મધર્મના સર્વે જિજ્ઞાસુ વાંચકોનો આ પ્રિય વિભાગ લાંબા વખતે
રજુ થાય છે. આ વિભાગ માટે આપના વિચારો કે પ્રશ્નો આપ લખી શકો
છો; જેમ વધારે જિજ્ઞાસુઓ ભાગ લેશે તેમ આ વિભાગ સુંદર અને સમૃદ્ધ
બનશે. નાના કે મોટા સૌને આમાં ભાગ લેવા આમંત્રણ છે.
પ્રશ્ન :–ભાવલિંગી મુનિનો આપ ઘણો જ અપાર મહિમા કરો છો. અત્યારે એવા ભાવલિંગી
મુનિ છે?
ઉત્તર :–હા; મનુષ્યલોકમાં અત્યારે આઠ કરોડથી પણ વધુ ભાવલિંગી મુનિવરો વિચરે છે;
તેમને નમસ્કાર હો.
પ્રશ્ન :–ઈશ્વર કેટલા?
ઉત્તર :–ઈશ્વર અનંત છે; જે કોઈ જીવો સર્વજ્ઞતા અને પૂર્ણાનંદને પામ્યા છે તેઓ ઈશ્વર છે;
ને એવા સર્વજ્ઞ–પરમેશ્વર અનંતા છે. તેમને નમસ્કાર હો.