Atmadharma magazine - Ank 343
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 64

background image
: ૨૦ : આત્મધર્મ : દ્વિ. વૈશાખ: ૨૪૯૮
સ્વઘરને છોડીને તે પરઘરમાં જે ભમે તે તો બહારચલો કહેવાય. બાપુ! સ્વસમયપણું તે
સુંદર છે, સુખરૂપ છે, તે તને શોભે છે. એવા સ્વસમયપણાની ઉત્પત્તિ રાગાદિ
પરભાવના સેવનથી થાય નહિ. (ચાંપાનું દ્રષ્ટાંત) જેમ ચાંપા જેવો પુત્ર એની ખાનદાન
માતાના પેટે જ પાકે, એ જયાં–ત્યાં ન પાકે; તેમ ચૈતન્યની આનંદ દશારૂપી ચાંપો, એ તે
કાંઈ રાગના પેટમાં પાકતો હશે? –ના. રાગના સેવનથી ચૈતન્યના ચાંપા ન પાકે.
રાગથી પાર પાર ચિદાનંદસ્વભાવ, તેની અંતર્મુખ પરિણતિની કુંખે જ ચૈતન્યના ચાંપા
પાકે એટલે કે સમ્યગ્દર્શનાદિ થાય. આનું નામ અપૂર્વ માંગળિક છે.
ઝીંઝવામાં માંગળિક બાદ બપોરના પ્રવચનમાં સમયસારના પુણ્ય–પાપ
અધિકારનો ૧૦૧ મો કળશ વંચાયો. તેમાં અશુભ કે શુભ એ બંનેથી જ્ઞાનની ભિન્નતા
બતાવી. જેમ અશુભરાગ જ્ઞાનથી જુદી જાત છે, તેમ શુભરાગ પણ જ્ઞાનથી જુદી જાત
છે; શુભ ને અશુભ બંને રાગભાવો જ્ઞાનથી વિપરીત છે માટે તે બંને ભાવો અજ્ઞાનમય
છે, જ્ઞાન સાથે તેનો મેળ નથી.
પુણ્ય–પાપને ‘અજ્ઞાનમય’ કહ્યા તેનો અર્થ શું? જેને પુણ્ય–પાપ થાય તે બધા
અજ્ઞાની હોય–એમ એનો અર્થ નથી. પણ પુણ્ય–પાપના જેટલા ભાવો છે તે કોઈ
ચૈતન્યની જાતમાંથી ઉત્પન્ન થયેલા નથી, ચૈતન્યના અબંધસ્વભાવથી તે બંધ ભાવો
વિરુદ્ધ છે, માટે તે અજ્ઞાનમય છે. જ્ઞાની તેને પોતાની જ્ઞાનદશાથી ભિન્ન જાણે છે.
વિભાવદશારૂપી ચાંડાલણી, તેના જ બંને પુત્રો છે; અશુભરાગ પણ વિભાવરૂપ
ચાંડાલણીથી ઉત્પન્ન છે, તેમ શુભરાગ–પુણ્ય પણ વિભાવરૂપ ચાંડાલણીથી જ ઉત્પન્ન
છે, શુભ કે પુણ્યની ઉત્પત્તિ કાંઈ ચૈતન્યમાંથી નથી થતી.
ભાઈ, તારા ચૈતન્યતત્ત્વને અનુભવતાં, શુભાશુભ બંને વગર પણ તને પરમ
અતીન્દ્રિય આનંદ અનુભવાશે. શુભરાગ છૂટતાં તારા આત્મામાંથી કાંઈ ઘટી નહિ જાય,
પણ જ્ઞાન પોતે રાગ વગરનું થઈને આનંદરૂપે ખીલી ઊઠશે. મોક્ષનો માર્ગ ચૈતન્યના
અનુભવમાંથી પ્રગટે છે, રાગમાંથી નથી પ્રગટતો.
પાપ અને પુણ્ય બંને ભાવો જીવે અનંતવાર કર્યાં છે; પાપ અને પુણ્ય બંનેની
જાત જુદી નથી, બંનેની એક જ જાત છે, બંને સંસારમાં જ કારણ છે, બંનેનો અનુભવ
દુઃખરૂપ જ છે, બંનેની ઉત્પત્તિ પરાશ્રિત એવી વિભાવપરિણતિ માંથી થાય છે; જ્ઞાનથી
તે બંનેની જાત જુદી છે, માટે તે અજ્ઞાનમય છે. અનાદિથી તે પુણ્ય–પાપના અજ્ઞાનમય
ભાવોરૂપે જ પોતાને અનુભવીને, જીવ પોતાના જ્ઞાન