Atmadharma magazine - Ank 343
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 64

background image
: દ્વિ. વૈશાખ: ૨૪૯૮ આત્મધર્મ : ૨૧ :
સ્વભાવને ભૂલી ગયો છે, ને તેથી સંસારમાં સ્વર્ગ–નરકાદિ ગતિમાં રખડયો છે. તેને
આચાર્યદેવ સમજાવે છે કે બાપુ! તારી ચૈતન્યચીજ તો પાપ અને પુણ્ય બંનેથી ભિન્ન
છે. પુણ્ય–પાપ વગર આત્મા ચૈતન્યભાવથી જીવનાર છે. ધર્મી પુણ્ય–પાપથી ભિન્ન
જ્ઞાનને અનુભવતા થકા આત્માના પરમઅમૃતને અનુભવે છે. –આવો અનુભવ કર્યે જ
સમ્યગ્દર્શન થાય છે ને મોક્ષમાર્ગ ખૂલે છે.
અહા, જ્ઞાનના વેદનવડે એકવાર પુણ્ય–પાપ અને જ્ઞાનની વચ્ચે ભેદજ્ઞાનરૂપી
વીજળી પડી, ને બંને જુદા પાડ્યા, તે હવે કદી એક થવાના નથી. પુણ્ય–પાપનો કોઈ
અંશ કદી જ્ઞાનરૂપે ભાસવાનો નથી. જ્ઞાન તે રાગાદિથી છૂટું પડ્યું તે જ્ઞાનપણે જ જ્ઞાની
પોતાને સદા અનુભવે છે. રાગ હોય પણ તે જ્ઞાનથી ભિન્નપણે છે, એકપણે નહિ; તે
જ્ઞાનના જ્ઞેયપણે છે, જ્ઞાનના કાર્યપણે નથી; તે બંધની ધારામાં જાય છે, મોક્ષમાર્ગની
ધારામાં તે નથી આવતો. અરે, આવા જ્ઞાનને એકવાર લક્ષમાં તો લ્યો.
ભાઈ, જગતની પ્રતિકૂળતા આડે તારા ચૈતન્યને ભૂલી ન જા. અજ્ઞાનથી તેં
સંસારના જે દુઃખો ભોગવ્યા તેની પાસે જરાક પ્રતિકૂળતા શું હિસાબમાં છે? અજ્ઞાનથી
અનંત જન્મ–મરણ કરવા પડ્યા, તે અજ્ઞાનનો હવે નાશ કર્યો ત્યાં આત્માનું જન્મ–
મરણરહિત અમરપદ ભાસ્યું. હવે અમે અમર થયા, હવે સંસારનાં જન્મ–મરણ અમે
નહિ કરીએ. (અબ હમ અમર ભયે, ન મરેંગે)
ગૃહસ્થાશ્રમમાં રહેલો જીવ પણ આવા આત્માની શ્રદ્ધા કરી શકે છે, ને તે જીવ
મોક્ષમાર્ગી છે, તે પ્રશંસનીય છે. અને આત્માની શ્રદ્ધા વગરનો પંચમહાવ્રતી પણ
મોક્ષમાર્ગી નથી, પુણ્ય કરવા છતાં તે સંસારમાર્ગમાં જ ઊભો છે. પુણ્ય કાંઈ મોક્ષમાર્ગ
નથી. પુણ્ય–પાપથી પાર વીતરાગી ચૈતન્યતત્ત્વનાં શ્રદ્ધા–જ્ઞાન–આચરણ તે જ મોક્ષમાર્ગ
છે. અરિહંતભગવંતોએ આવો મોક્ષમાર્ગ જૈનશાસનમાં ઉપદેશ્યો છે.
આવા ચૈતન્યતત્ત્વને ઓળખીને જેણે સમ્યગ્દર્શન કર્યું તેને અમુક કાળમાં
ચારિત્રદશા પણ આવે–આવે ને આવે જ; પણ જેને આવું સમ્યગ્દર્શન ન હોય તેને
ચારિત્રદશા કદી આવે નહિ. ચારિત્રદશા તો મહાન આનંદના ભોગવટારૂપ છે, રાગનો
ભોગવટો એમાં નથી.
જ્ઞાન તો આનંદમાં તન્મય થઈને આનંદને જ ભોગવનારું હોય; રાગરૂપી ઝેરનો
અનુભવ તેમાં ન હોય. અહો! આવા જ્ઞાનવંત ચિન્મૂર્તિ સમ્યગ્દ્રષ્ટિની દશા કોઈ
અલૌકિક અટપટી છે. બહારમાં ભલે કદાચ સંયોગ નરકનો હોય, પણ અંદર