Atmadharma magazine - Ank 343
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 64

background image
: ૨૨ : આત્મધર્મ : દ્વિ. વૈશાખ: ૨૪૯૮
એના જ્ઞાનમાં ચૈતન્યસુખરસની ગટાગટી ચાલે છે; એનું જ્ઞાન તો સંયોગથી ને રાગથી
પાર સુખરસમાં તરબોળપણે વર્તે છે. એ જ રીતે બહારમાં સ્વર્ગનો સંયોગ હોય તોપણ
જ્ઞાનીનું જ્ઞાન તેનાથી અલિપ્ત છે. આવું પુણ્ય–પાપથી અલિપ્ત જ્ઞાન તે ધર્મ છે. જ્ઞાનથી
વિરુદ્ધ એવો અશુભરાગ કે શુભરાગ તે બંને ખરાબ છે, બેમાંથી એક્કેય સારા નથી,
એક્કેયમાં સુખ નથી, ને એક્કેય જીવને મોક્ષ માટે ઉપયોગી થતા નથી. માટે પુણ્ય–પાપ
બંનેને સંસારનું કારણ જાણી, બંનેથી ભિન્ન એવા જ્ઞાનસ્વરૂપે પોતાને ઓળખવો–
અનુભવવો તે ધર્મ છે, તે સંસારથી બચાવનાર ને મોક્ષ દેનાર છે.
સમ્યગ્ષ્ટિનું આત્મવેદન ::: જ્ઞાયકભાવની ઉપાસના
વૈશાખ સુદ ૧૨ ના રોજ પૂ. ગુરુદેવ ઝીંઝવાથી હિંમતનગર પધાર્યા. ગુજરાતની
જનતાએ હિંમતનગરમાં ઉમંગભર્યું ભવ્ય સ્વાગત કર્યું. પ્રથમ શહેરના જિનમંદિરમાં
દર્શન કર્યાં, બાદ મહાવીરનગરના જિનમંદિરમાં દર્શન કર્યાં. મંદિર ઘણું ભવ્ય છે, નીચે
મહાવીરાદિ ભગવંતો બિરાજે છે, ઉપર શાંતિનાથપ્રભુ કેવળજ્ઞાનસહિત પરમ અતીન્દ્રિય
આનંદના વેદનમાં મશગુલ ઊભા છે–ને જગતને બતાવી રહ્યા છે કે આ રીતે જગતથી
નિરપેક્ષપણે આત્મા અનુભવાય છે.
જિનમંદિરની પાસે જ સુંદર સ્વાધ્યાયમંદિર છે. તેમાં મંગલ–પ્રચવન કરતાં
પ્રવચનસારની ગા. ૮૦–૮૨ યાદ કરીને કહ્યું કે અહા, અરિહંત ભગવંતો રાગથી અત્યંત
ભિન્ન એકલા ચૈતન્યભાવે પરિણમી રહ્યા છે. આવા ચૈતન્યભાવરૂપ અરિહંત દેવના
દ્રવ્ય–ગુણ–પર્યાયને ઓળખતાં પોતાના આત્માનું શુદ્ધચૈતન્યસ્વરૂપ પણ ઓળખાય છે,
ને મોહનો નાશ થઈને સમ્યગ્દર્શનાદિ થાય છે. પછી શુદ્ધપયોગવડે તેમાં લીન થતાં
રાગ–દ્વેષનો પણ ક્ષય થઈને, કેવળજ્ઞાન થાય છે. આ જ મોક્ષની રીત છે. બધાય
તીર્થંકરો આ જ વિધિથી મોક્ષ પામ્યા છે, ને જગતને માટે આ જ ઉપદેશ કર્યો છે.
અરિહંત ભગવાને પોતાના આત્માને જેવો શુદ્ધ જાણ્યો છે ને અનુભવ્યો છે, તેવો
જ આ આત્માનો શુદ્ધસ્વભાવ છે. આવો શુદ્ધ આત્મા કેવો છે તે જાણવાની જેને ધગશ
છે તેવા શિષ્યને તેનું સ્વરૂપ આચાર્યદેવ આ સમયસારની છઠ્ઠી ગાથામાં બતાવે છે.
આત્માને આનંદ આપે અને એના જન્મ–મરણના અંત આવે–એવી આ વાત સમજવા
માટે અંદર ઘણી પાત્રતા હોય છે; અરે, એનું શ્રવણ કરવામાં પણ