: દ્વિ. વૈશાખ: ર૪૯૮ આત્મધમ : ૩ :
૪ શુદ્ધાત્મા દેખાડનારા સંત પોતે તેને અનુભવનારા છે. તેઓ કહે છે કે હું
મારા શુદ્ધાત્માના અનુભવરૂપ વૈભવ શુદ્ધાત્મા દેખાડું છું ને તમે તમારા
સ્વાનુભવથી પ્રમાણ કરજો.
પ જેને શુદ્ધાત્માના અનુભવની ઝંખના છે, ને તેમનું સ્વરૂપ સમજવા માટેની
ધગશથી શ્રીગુરુ પાસે આવીને પૂછે છે–તેને આચાર્યદેવ તેનું સ્વરૂપ
બતાવે છે.–
૬ અહો, આત્માનું સ્વરૂપ સમજવાની ખરી જિજ્ઞાસા જેને જાગી છે એવા
શિષ્યને અહીં સમજાવે છે કે હે ભવ્ય! આત્માનું અંર્તતત્ત્વ શુદ્ધ
જ્ઞાયકભાવ છે; તે જ્ઞાયક ભાવ શુભાશુભ રાગથી પાર છે. આવા
આત્માને સ્વીકારતાં પર્યાય પણ તેમાં વળીને શુદ્ધાત્માને સેવે છે, ત્યારે
તે જીવને શુદ્ધાત્મા કહે છે. એકલી શબ્દોની ધારણાથી ‘શુદ્ધ–શુદ્ધ’ કહે
તેની વાત નથી. પણ શુદ્ધ કહેતાં દ્રવ્યના આત્મલાભ ઉપર જેની દ્રષ્ટિ
ગઈ તેને પરનું તો લક્ષ છૂટી ગયું ને પોતામાં પર્યાયના ભેદોનું લક્ષ પણ
છૂટી ગયું. અંતર્મુખ થઈને આવો અનુભવ જેણે કર્યો તેને ‘શુદ્ધ’ કહે છે.
૭ અહા, આવા શુદ્ધતત્ત્વનું સ્વરૂપ જે પ્રેમથી સાંભળે છે તે અલ્પકાળમાં
જરૂર મોક્ષને પામે છે. જીવોએ અનાદિસંસારમાં શુદ્ધાત્માથી વિરુદ્ધ રાગ–
દ્ધેષ–મોહની વાત અનંતવાર સાંભળી છે.
૮ પ્રશ્ન:– ઘણા જીવો તો એવા છે કે જેમને હજી સુધી કાન જ મળ્યા નથી, તો
તેમણે રાગાદિની વાત કઈ રીતે સાંભળી?
ઉત્તર:– શબ્દો ભલે કાને ન પડ્યા, પણ તેના શ્રવણનું કાર્ય જે રાગાદિનો
અનુભવ, તે કાર્ય તેઓ કરી જ રહ્યા છે, ચૈતન્યને ભૂલીને રાગનો જ
અનુભવ તેઓ કરી રહ્યા છે, માટે તેઓ રાગાદિની જ કથા સાંભળનારા
છે. અને શુદ્ધાત્માની કથાનું શ્રવણ જીવે પૂર્વે કદી સાંભળ્યું નથી.
૯ પ્રશ્ન:– અનંતવાર ભગવાનના સમવસરણમાં જઈને આત્માની વાત
સાંભળી છતાં, કદી નથી સાંભળી–એમ કેમ કહ્યું?
ઉત્તર:– કેમકે શુદ્ધાત્માની સન્મુખ થઈને તેનો અનુભવ કદી ન કર્યો, માટે તેણે
ખરેખર શુદ્ધાત્માની વાત નથી સાંભળી. સાંભળ્યું તો ત્યારે કહેવાય કે
તેવો અનુભવ કરે. જેનો પ્રેમ કર્યો, જેનો અનુભવ કર્યો તેનું જ શ્રવણ
કર્યું કહેવાય.