Atmadharma magazine - Ank 343
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 61 of 64

background image
: દ્વિ. વૈશાખ: ૨૪૯૮ આત્મધર્મ : ૫૯ :
ન હતા, એ તો ચૈતન્યની શીતળતાને અનુભવતા થકા આનંદમાં ઠર્યા હતા. ચૈતન્યમાં
રાગનો આતાપ પણ નથી ત્યાં બહારનો આતાપ કેવો? રાગાદિમાં ચૈતન્ય નથી,
ચૈતન્યમાં રાગાદિ નથી, એમ બંનેની તદ્ન ભિન્નતા છે.
અરે જીવ! તું બાહ્ય વ્યવહારની, શુભરાગની હોંશ કરે છે તેને બદલે આવા તારા
ચૈતન્યની હોંશ કર. એકવાર ચૈતન્યનો એવો ઉલ્લાસ કર કે આત્મા રાગથી જુદો પડી
જાય. રાગનું વેદન અનંતકાળ કર્યું, એકવાર રાગથી જુદો પડીને ચૈતન્યની પરમ શાંતિનું
વેદન કર. રાગ તો તારા આત્માની શાંતિનો ઘાતક છે, તો તે રાગનાસેવનવડે શાંતિ
તને ક્્યાંથી મળશે? રાગને જુદો પાડીને ચૈતન્યનું સેવન કર તો જ તને આત્માની
સાચી શાંતિ વેદનમાં આવે.
રાગથી જુદું ચૈતન્યસ્વરૂપ સ્વદ્રવ્ય છે તેને હે જીવ! તું ત્વરાથી ગ્રહણ કર.... ને
તેનાથી વિરુદ્ધ એવા રાગાદિના ગ્રહણને છોડ–એ વાત શ્રીમદ્ રાજચંદ્રજીએ દશ
અધ્યાત્મબોલમાં કરી છે. કલ્યાણના પંથની સૂઝ રાગવડે પડતી નથી, રાગથી જુદા
પડેલા જ્ઞાનવડે જ કલ્યાણનો પંથ સૂઝે છે.
વૈશાખ સુદ છઠ્ઠની સવારે બામણવાડાના નુતન જિનમંદિરમાં ભગવાનશ્રી
આદિનાથપ્રભુની મંગલપ્રતિષ્ઠા થઈ. ગુરુદેવના પ્રતાપે રોજરોજ મંગલ કાર્ય થઈ રહ્યા
છે. બે દિવસ પહેલાંં ફત્તેપુરમાં પ્રભુની પ્રતિષ્ઠા કરી, કાલે (પાંચમે) રામપુરમાં પ્રભુની
પ્રતિષ્ઠા કરી, અને આજે (છઠ્ઠે) બામણવાડામાં પ્રભુની પ્રતિષ્ઠા કરી...... એ રીતે ચાર
દિવસમાં ત્રણ ઠેકાણે જિનબિંબભગવંતોને બિરાજમાન કરીને વૈશાખ સુદ સાતમે ઉદેપુર
તરફ પ્રસ્થાન કર્યું.
આ આ અંક વાંચતા હશો ત્યારે અમે મંદસૌર (રાજસ્થાન) માંઈ હઈશું. ત્યાર
પછી પ્રતાપગઢ, રતલામ, બડનગર, ઈન્દોર, મુંબઈ અને ભાવનગર થઈને તા. ૧૪
મીએ સોનગઢ પહોંચશું. સોનગઢના પ્રવચનોની મંગલપ્રસાદી લઈને આવતા અંકમાં
આપને મળીશું.
जय जिनेन्द्र