: ૫૮ : આત્મધર્મ : દ્વિ. વૈશાખ: ૨૪૯૮
આવ્યા છે. અહો, આવા આત્માના શ્રવણનો ને અનુભવનો આ અવસર આવ્યો છે.
આવા આત્માની વાત પ્રેમથી સાંભળવી તે પણ મંગળ છે, અને તે જીવ અલ્પકાળમાં
મોક્ષને પામે છે.
માંગળિક બાદ ગુરુદેવ સહિત સૌએ જિનમંદિરમાં પૂજન કર્યું. અને ત્યારબાદ
પ્રભુજીની પ્રતિર્ંષ્ઠા કરીને રામપુરાથી બામણાવાડા તરફ પ્રસ્થાન કર્યું.
* બામણવાડામાં જિનબિંબ વેદીપ્રતિષ્ઠા મહોત્સવ*
વૈશાખ સુદ પાંચમે ગુરુદેવ બામણવાડા પધાર્યા. વિશેષ ગરમીને કારણે બપોરે
પ્રવચન ચારથી પાંચ સુધી થયું. અહા, ચૈતન્યની શીતળ વાત અસહ્ય ગરમીને પણ
ભૂલાવી દેતી હતી. અને એમ થતું હતું કે વાહ! મારું ચૈતન્યતત્ત્વ કેવું મજાનું શાંત
શીતળ છે કે જેમાં સંસારના કોઈ આતાપ અસર કરી શકતા નથી.
પ્રવચનમાં સમયસારની ૭૪ મી ગાથા વાંચતાં ગુરુદેવે કહ્યું કે –આત્મામાં સાચું
જ્ઞાન થતાં વેંત રાગરહિત શાંતિનું વેદન થાય છે. આનંદસ્વરૂપ આત્માને જાણ્યો ત્યારે
આનંદનું વેદન ભેગું જ છે, ને તેમાં દુઃખનો અભાવ છે.
જેમ એક વસ્તુ બીજી વડે બંધાયેલી હોય તેથી કાંઈ તે તેનું સ્વરૂપ ન થઈ જાય;
તેમ રાગાદિ આસ્રવોવડે આત્મા બંધાયેલો છે, પણ તેથી કાંઈ જ્ઞાનસ્વરૂપ આત્મા પોતે
રાગસ્વરૂપ થઈ ગયો નથી. જ્ઞાનસ્વભાવથી જોતાં તે રાગથી જુદો ને જુદો જ છે. આવું
જુદાપણું જાણતાં જે ક્ષણે ભેદજ્ઞાન થયું તે ક્ષણે જ આત્મા રાગથી અત્યંત જુદો જ્ઞાનપણે
અનુભવ આવ્યો, એટલે તેને જ્ઞાનમાં આસ્રવનો નિરોધ થઈ ગયો.
અરે, આ ચોરાસીના અવતારમાં તને આત્માની પરમશાંતિ કેમ મળે તે વાત
તને સંતો બતાવે છે. અરેરે! આત્માની શાંતિની આવી વાત સાંભળવાનો યોગ મળ્યો.
તે સાંભળવાની પણ જે ના પાડે તેને આત્મા ક્્યારે સમજાય? ને શાંતિ ક્્યારે મળે?
આવા આત્માના ભાન વગર શુભરાગવડે પણ ક્્યાંય શાંતિ મળશે નહિ. આ જરાક
ગરમીનો તાપ પણ તારાથી સહન થતો, તો અંદર ચૈતન્યની શીતળ શાંતિમાં આવ ને!
જુઓને, પાંચ પાંડવો શેત્રુંજય ઉપર હતા, શરીર અગ્નિથી ભડભડ બળતું હતું, છતાં
અંદર શુક્લધ્યાન વડે ચૈતન્યની પરમશાંતિને વેદતા હતા. એ પાંડવો અગ્નિમાં બળતા