કરતા હતા. પ્રવચન બાદ જન્મકલ્યાણક સંબંધી કેટલીયે બોલી (ઉછામણી) થઈ;
લોકોએ ખૂબ જ હોંશથી ઉછામણીમાં ભાગ લીધો ને લાખ રૂા. ઉપરાંતની બોલી થોડી જ
મિનિટોમાં પૂરી થઈ ગઈ. બપોરે જિનમંદિર તથા સમવસરણમંદિરની વેદી શુદ્ધિ–
ધ્વજશુદ્ધિ–કળશશુદ્ધિ થઈ; પૂ. બેનશ્રી–બેને પણ એ મંગલવિધિમાં ભાગ લીધો. રાત્રે
કંકુબાઈ શ્રાવિકાશ્રમ કારંજાના નાનકડા બાળકોએ અમરકુમારની નાટિકાના અભિનય
દ્ધારા નમસ્કારમંત્રનો જે મહિમા પ્રસિદ્ધ કર્યો તે સુંદર હતો. સાચા દિલના કાર્યકરો દ્ધારા
બાળકોને સારા સંસ્કાર આપવામાં આવે તો તેઓ કેટલું સુંદર કામ કરી શકે છે ને
જીવનમાં કેવા ઊંચા સંસ્કાર મેળવી શકે છે–તે આ અભિનયમાં દેખાતું હતું. ને બાળકોને
આવા સંસ્કાર આપનાર બહેનોને ધન્યવાદ આપ્યા વગર રહેવાતું નથી.
આત્માને જોયો–અનુભવ્યો તે જૈનશાસનનો સાર છે; પંદરમી ગાથામાં જૈનશાસન
બતાવ્યું છે. આનંદનો દરિયો આત્મા છે તેમાં એકાગ્ર થઈને આનંદના અનુભવના ટાણાં