: ૫૬ : આત્મધર્મ : દ્વિ. વૈશાખ: ૨૪૯૮
તારો પુત્ર મોટો થાશે, એ પરમાત્મા બન જાશે,
જેને દેખી સમકિત જીવો પામશે.
સ્તુતિ પછી દેવીઓ શિવાદેવી માતાને કહે છે–
૧. અહો માતા! સમ્યક્ત્વધારક રત્ન તારી કુંખે આવતાં તું પણ સમ્યકત્વવંતી
બની ગઈ. તારા અંતરમાં સમ્યકત્વરત્ન બિરાજી રહ્યું છે, તેને અમારા નમસ્કાર છે.
૨. દેવી! આપણી સ્ત્રી પર્યાયને લોકો નિંદ્ય કહે છે પણ તમે તો તીર્થંકર પ્રભુની માતા
થઈને જગતમાં પૂજ્ય બન્યા.
૩. હે માતા! જગતમાં લાખો સ્ત્રીઓ પુત્રને તો જન્મ આપે છે, પણ તીર્થંકર
જેવા પુત્રને જન્મ દેનારી માતા તો આ ભરતક્ષેત્રમાં તમે એક જ છો.
૪. અહા, આ નિંદ્ય સ્ત્રીપર્યાય પણ જે સમ્યકત્વના પ્રતાપે પૂજય બની તે
સમ્યકત્વના મહિમાની શી વાત!
પ. માતા! તારું અંતર અતિ ઉજવળ છે, પવિત્ર છે, કેમકે તેમાં સમ્યગ્દર્શન
સમ્યગ્જ્ઞાન ને અવધિજ્ઞાન જેવાં રત્ન બિરાજે છે.
૬. હે માતા! તીર્થંકરના આત્માનો સ્પર્શ પામીને તું ધન્ય બની. જે ત્રણ
જગતનો નાથ..... એ તારો બાળક કહેવાયો; અને તું જગતની માતા બની.
૭. હે માતા! અમે દિનરાત તમારી અને તમારા પુત્રની સેવા કરશું, ને તમારી
જેમ અમે પણ સમ્યકત્વ પામીને સ્ત્રીપર્યાયનો છેદ કરશું.
૮. માતા, તમારા મુખની વાણી સાંભળતા, જાણે કે તમારા પેટમાં બેઠેલા
તીર્થંકર ભગવાન જ બોલી રહ્યા હોય! એવો આનંદ થાય છે. માતા કહે છે–દેવીઓ!
તમારી ચર્ચાથી મને ઘણો આનંદ થયો. અહા! જેના અંતરમાં પરમાત્મા બિરાજે તેના
આનંદની શી વાત!
ત્યારબાદ માતાને ૧૬ મંગલ સ્વપ્ન આવે છે. બીજે દિવસે (વૈશાખ વદ ૧૩
ની) સવારમાં રાજસભામાં સુંદર તત્ત્વચર્ચા ચાલી રહી છે ત્યાં મહારાણી શિવાદેવી
આવીને મંગલ સ્વપ્નની વાત કરે છે; મહારાજા કહે છે કે આ સ્વપ્નો તારી કુંખે
તીર્થંકરપરમાત્માના અવતારનાં સૂચક છે. તે સાંભળીને સૌને ઘણી પ્રસન્નતા થાય છે.
પ્રતિષ્ઠાચાર્ય પં. શ્રી મુન્નાલાલજી સમગોરૈયા (સાગરવાળા) ભાવપૂર્વક દરેક