: દ્વિ. વૈશાખ: ૨૪૯૮ આત્મધર્મ : ૫૫ :
સભાજન–ખરૂં છે, ચૈતન્યતત્ત્વ બહુ ગંભીર છે. લોકો તો એ પામે કે ન પામે, આપણે
જગતની ચિંતા છોડીને, પોતે પોતાનું હિત થાય તેમ કરી લેવાનું છે.
સભાજન–બરાબર છે; આ જગત તો વિચિત્ર છે, જગતનું જોવા રોકાઈએ તો
આત્માનું ચુકી જવાય તેવું છે. તીર્થંકરો જગતનું જોવા રોકાયા નહિ, તેઓ
તો અંતરના ચૈતન્યને સાધીને પોતાના માર્ગે ચાલ્યા ગયા.
સભાજન–અહા, આજે ભેદજ્ઞાનની સરસ ચર્ચા થઈ. આજનો દિવ્ય પ્રકાશ એવો
લાગે છે કે જાણે કોઈ તીર્થંકરનું આપણી નગરીમાં આગમન થઈ રહ્યું હોય!
શિવાદેવી–મને પણ આજની ચર્ચામાં તીર્થંકરનો મહિમા સાંભળીને બહુ જ આનંદ
થયો. મારું અંતર પણ કોઈ અનેરી પ્રસન્નતા અનુભવી રહ્યું છે. આકાશમાંથી
જાણે આનંદ–આનંદ વરસી રહ્યો હોય એવું લાગે છે.
સભાજન–અહા, જુઓ..... જુઓ! આકાશમાંથી રત્નો વરસી રહ્યા છે, દિવ્ય વાજાં
વાગી રહ્યા છે; અરે! આ તો સ્વર્ગમાંથી કુબેર આવી રહ્યા છે.......
કુબેર–આવીને કહે છે: અહો દેવ! આપ ધન્ય છો. હે માતા! આપ ધન્ય છો. છ માસ
પછી બાવીસમાં તીર્થંકર તમારી કુંખે અવતરશે તેથી ઈન્દ્રમહારાજે મને આ
ભેટ લઈને આપની સેવામાં મોકલ્યો છે. હે જગતપિતા! હે જગતમાતા!
તીર્થંકર પરમાત્મા જેના આંગણે પધારે એના મહિમાની શી વાત!
ભગવાનના પધારવાથી આપનો દેહ તો પવિત્ર થયો, ને આપનો આત્મા
પણ સમ્યક્ત્વાદિથી શોભી ઊઠશે. અમે સ્વર્ગના દેવો આપનું સન્માન કરીએ
છીએ. દિગુકુમારી દેવીઓ પણ માતાજીની સેવા કરવા માટે આવી છે.
* * *
દિગકુમારી દેવીઓ આવીને શિવાદેવી માતાની મંગલસ્તુતિ કરે છે–
ધન્ય ધન્ય છો હે માતા! તું જિનેશ્વરકી માતા......
નંદન તારા જયવંત છે ત્રણલોકમાં.
જે પુત્ર તારો થાશે તે મુનિ થઈ વિચરશે,
કેવળ પામી, એ ભવ્યજીવોને તારશે.
તારા ઉરમાં રત્ન બિરાજે નેમતીર્થંકર પ્રભુ રાજે,
મોક્ષગામી, તું માતા જયવંત લોકમાં,