: ૫૪ : આત્મધર્મ : દ્વિ. વૈશાખ: ૨૪૯૮
સભાજન–અહા, એક નાનકડા બાળકની અંદર સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, અવધિજ્ઞાન
અને અતીન્દ્રિય આનંદ હોય–એ એક....... આર્શ્ચયની વાત છે!
સભાજન–એ આર્શ્ચયની વાત હોવા છતાં સત્ય છે. અને થોડા વખતમાં આપણે
જ્યારે નાનકડા નેમતીર્થંકરને શિવામાતાની ગોદમાં ખેલતા નજરે જોઈશું
ત્યારે આપણું આશ્ચર્ય મટી જશે, ને આત્માની કોઈ અદ્ભૂત અલૌકિક
તાકાત કેવી છે તેનો આપણને સાક્ષાત્કાર થશે.
સભાજન–મહારાજ! ઘણા જીવો મોક્ષમાં ગયા છે, ને ઘણા જીવો મોક્ષમાં જશે, તે
બધા કેવી રીતે જશે?
મહારાજા–સાંભળો, જૈનસિદ્ધાંતનો ત્રણેકાળનો નિયમ છે કે–
ભેદવિજ્ઞાનત: સિદ્ધા: સિદ્ધ યે કિલ કેચનં।
અસ્યૈવ અભાવતો બદ્ધા બદ્ધા યે કિલ કેચનં।
ભેદજ્ઞાનની ભાવના તે જ મુક્તિનો ઉપાય છે.
સભાજન–આવું ભેદજ્ઞાન કઈ રીતે થાય?
મહારાજા તમે બહુ સારો્રપ્રશ્ન પૂછયો. ભેદજ્ઞાન માટે પહેલાંં આત્માની લગની
લાગવી જોઈએ. એવી લગની લાગે કે આત્માના કાર્ય સિવાય જગતનું
બીજું કોઈ કાર્ય સુખરૂપ ન લાગે. ચૈતન્યતત્ત્વ જ્ઞાની પાસેથી સાંભળીને
તેનો અપૂર્વ મહિમા આવે કે અહા, આવું અચિંત્ય ગંભીર મારું તત્ત્વ છે!
એમ અંતરના તત્ત્વનો પરમ મહિમા ભાસતાં પરિણતિ સંસારથી હટીને
ચૈતન્યસન્મુખ થાય છે, ને શાંતિના ઊંડાઊંડા ગંભીર સમુદ્રને અનુભવીને
રાગાદિથી છૂટી પડી જાય છે. આવું ભેદજ્ઞાન થતાં જીવના અંતરમાં
મોક્ષમાર્ગ ખુલ્લી જાય છે. માટે ભેદજ્ઞાનની નિરંતર ભાવના કરવી જોઈએ.
ભાવયેત્ ભેદવિજ્ઞાનમ્ ઈદં અચ્છિન્નધારયા,
તાવત્ યાવત્ પરાત્ ચ્યુત્યા જ્ઞાન જ્ઞાને પ્રતિષ્ઠતે.
સભાજન–દેવ! આવું ભેદજ્ઞાન સંસારના બધા જીવો કેમ નહીં પામતા હોય?
સભાજન–સાંભળો, હું કહું–
બહુ લોક જ્ઞાનગુણે રહિત આ પદ નહીં પામી શકે,
રે! ગ્રહણ કર તું નિયત આ જો કર્મ–મોક્ષેચ્છા તને.