Atmadharma magazine - Ank 343
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 55 of 64

background image
: દ્વિ. વૈશાખ: ૨૪૯૮ આત્મધર્મ : ૫૩ :
વર્તે જ છે, ને તે જ્ઞાનમાં બીજા કોઈ અંશના ભેળવતા નથી, માટે જ્ઞાનીનું
જ્ઞાન સદા અલિપ્ત રહે છે.
સભાજન–હે સ્વામી! આપનું વાત્સલ્ય ઘણું પ્રસિદ્ધ છે તો સાધર્મીનું વાત્સલ્ય કેવું
હોય તે સંભળાવો.
મહારાજા–અહા, જેના દેવ એક, જેના ગુરુ એક, જેનો સિદ્ધાંત એક, અને જેનો ધર્મ
એક–એવા સાધર્મીઓને સંસારના કોઈ મતભેદ આડા આવતા નથી, તેથી
સાધર્મીને દેખીને તેને અંતરમાં પ્રસન્નતા થાય છે; તેની સાથે ધર્મચર્ચા, તેનું
અનેક પ્રકારે આદરસન્માન, વાત્સલ્ય કરીને ધર્મનો ઉત્સાહ વધારે છે;
સાધર્મી પ્રત્યે ધર્મનો પ્રેમ ઉલ્લસી જાય છે. જગતમાં મોટામોટા હજારો મિત્રો
મળવા સહેલા છે, પણ સાચા સાધર્મીનો સંગ મળવો બહુ મોંઘો છે.
સભાજન–અહા, સાધર્મીપ્રેમની આવી સરસ વાત આપના શ્રીમુખે સાંભળીને અમને
ઘણી પ્રસન્નતા થાય છે.
સભાજન–મહારાજ! આવો સત્ય જૈનધર્મ આપણને મહાભાગ્યે મળ્‌યો છે, ને
અત્યારે તો ચોથો કાળ વર્તી રહ્યો છે..... અત્યારે એકવીસમા તીર્થંકરનું
શાસન ચાલે છે. ઘણા વર્ષોથી અહીં ભરતક્ષેત્રમાં તીર્થંકર નથી, તો હવે
બાવીસમાં તીર્થંકરનો અવતાર ક્્યારે થશે?
મહારાજા–અત્યારે ચારે બાજુથી જે ઉત્તમ ચિહ્નનો પ્રગટી રહ્યા છે તે જોતાં એમ
લાગે કે હવે તુરતમાં જ બાવીસમાં તીર્થંકરનો અવતાર થશે..... એટલું જ
નહિ પણ મારા અંતરમાં ધર્મભાવનાનું જે મહાન આંદોલન ચાલી રહ્યું છે તે
ઉપરથી એમ લાગે છે કે જાણે તીર્થંકર ભગવાન મારા આંગણે જ પધાર્યા
હોય!
(સભાજનો આ સાંભળી હર્ષિત થાય છે.)
સભાજન–અહા મહારાજ! આપ મહા ભાગ્યવાન છો....... આપ ચરમ શરીરી છો,
ને આપના કુળમાં ચરમશરીરી તીર્થંકર અવતરશે..... આપણી દ્ધારકાનગરી
ધન્ય બનશે.
સભાજન–માત્ર દ્વારકાનગરી નહિ, આપણે બધા પણ ધન્ય બનશું..... નાનકડા
તીર્થંકરને નજરે નીહાળશું...... ને એના દર્શનથી ઘણાય જીવો સમ્યગ્દર્શન
પામીને સંસારથી તરી જશે.