Atmadharma magazine - Ank 343
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 54 of 64

background image
: ૫૨ : આત્મધર્મ : દ્વિ. વૈશાખ: ૨૪૯૮
યાત્રિકોના આગમનનો પ્રવાહ સતત ચાલુ જ હતો. અંતિમ બે–ત્રણ દિવસોમાં તો
હજારો યાત્રિકોનું ધોધમાર આગમન થયું હતું; કુલ દશબાર હજાર યાંત્રિકો ઉપરાંત
આસપાસના ગામડાઓમાંથી દશ હજારથી વધુ માણસો રોજ ઉત્સવ જોવા આવતા હતા.
આ રીતે હજારની વસ્તીનું આ ગામ પ્રતિષ્ઠાના દિવસે તો પચીસ હજાર જેટલી
માનવમેદનીથી ઊભરાતું હતું.
રાત્રે પંચકલ્યાણકના પ્રારંભિક દ્રશ્યોમાં ઈન્દ્રસભા, નેમતીર્થંકરના
ગર્ભકલ્યાણકની તૈયારી, સમુદ્રવિજય મહારાજાની રાજસભા, દેવીઓ દ્વારા શિવામાતાની
સેવા વગેરે દ્રશ્યો થયા હતા. ઈન્દ્રસભા અને રાજસભાઓમાં સુંદર અધ્યાત્મ ચર્ચાઓ
વારંવાર થતી હતી–જે સાંભળી મુમુક્ષુ સભાજનો તો ડોલી ઊઠતા હતા ને ગુરુદેવ પણ
પ્રસન્નતા વ્યક્ત કરતા હતા. આ ચર્ચાઓનું આલેખન બ્ર. હરિભાઈ દ્ધારા થતું હતું; અને
સમુદ્રવિજયરાજા તરીકે ભાઈશ્રી બાબુભાઈ પોતે સ્થપાયેલ હોવાથી ચર્ચાનો રંગ સારો
જામતો હતો. શિવાદેવી માતા તથા સૌધર્મેન્દ્ર વગેરે પણ ચર્ચામાં ઉત્સાહથી ભાગ લેતા
હતા. આ વખતના પંચકલ્યાણકમાં આ અધ્યામરસભરી તત્ત્વચર્ચા એ એક વિશેષતા
હતી.
ગર્ભકલ્યાણક પૂર્વે સમુદ્રવિજય–મહારાજાની રાજસભા પહેલી–વહેલી ભરાણી તે
વખતે તેમાં નીચે મુજબ ચર્ચા થઈ–
સમુદ્રમહારાજા–અહા, આજની આ રાજસભા કોઈ અદ્ભૂત લાગે છે. આજે તો
અંતરમાં કોઈ એવી પ્રસન્નતા અનુભવાય છે કે જાણે રત્નત્રયધર્મના અંકુરા
ફૂટી રહ્યા હોય! અહા, જાણે આકાશમાંથી કોઈ કલ્પવૃક્ષ ઊતરીને મારે
આંગણે આવી રહ્યું હોય!
સભાજન–મહારાજ! આપની આજની વાત સાંભળીને અમને પણ ઘણી પ્રસન્નતા
થાય છે, ને આપને પ્રાર્થના કરીએ છીએ કે આજે રાજસભામાં બીજા બધા
કાર્યો મુલતવી રાખીને આપના શ્રીમુખે ધર્મની ચર્ચા જ સાંભળીએ.
મહારાજા–વાહ, ધર્મચર્ચાથી ઉત્તમ બીજું શું હોય! ખુશીથી આજે સૌ ધર્મચર્ચા કરો.
સભાજન–મહારાજ! આ સંસારના અનેક વિચિત્ર પ્રસંગ વચ્ચે રહેવા છતાં
જ્ઞાની અલિપ્ત કેમ રહી શકતા હશે?
મહારાજા–ગમે તે પ્રસંગ વખતે પણ ‘હું જ્ઞાન છું’ એવી સ્વતત્ત્વની બુદ્ધિ ધર્મીને