Atmadharma magazine - Ank 343
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 53 of 64

background image
: દ્વિ. વૈશાખ: ૨૪૯૮ આત્મધર્મ : ૫૧ :
ઈંદ્રપ્રતિષ્ઠા તથા આચાર્યઅનુજ્ઞા વગેરે વિધિ થઈ. ૧૬ ઈદ્રં–ઈંદ્રાણીમાં પ્રથમ સૌધર્મેન્દ્ર
થવાનું ભાગ્ય ફત્તેપુરના ભાઈશ્રી જસવંતલાલ છોટાલાલ ભાઈચંદને મળ્‌યું હતું. બીજા
ઈશાનેન્દ્ર થવાનું ભાગ્ય ફત્તેપુરના ભાઈશ્રી ભાઈચંદ ઉગરચંદને મળ્‌યું હતું. નેમિનાથ
પ્રભુના પંચકલ્યાણકની વિધિમાં શ્રી સમુદ્રવિજયજી પિતા તથા શિવાદેવી માતા થવાનું
સૌભાગ્ય ફત્તેપુરના ઉત્સાહી આગેવાન ભાઈશ્રી બાબુભાઈ ચુનીલાલ મહેતા તથા સૌ.
તારાબેનને મળ્‌યું હતુ. પ્રવચન બાદ ભવ્ય જુલુસરૂપે ઈંદ્ર–ઈંદ્રાણીઓ વગેરે ઠાઠમાઠથી
શ્રી જિનેન્દ્ર ભગવાનનું પૂજન કરવા આવ્યા હતા. બપોરે શ્રી સમવસરણ મંડલવિધાન
પૂજા પૂર્ણ થઈને જિનેન્દ્ર અભિષેક થયો હતો. સાંજે મૃત્તિકાનમય તથા અંકુરારોપણ
વિધિ થઈ હતી. રાત્રે રાજુલના વૈરાગ્યનો અભિનય થયો હતો.
દોઢ હજારની વસ્તીના નાના ગામમાં બહારથી સાત આઠ હજાર માણસો
આવ્યા, તેમને માટે શીતલનગર અને સીમંધરનગરમાં સેંકડો તંબુ ઊભા કરવામાં
આવ્યા હતા; પણ ઘણા માણસો ધોમધખતા બપોરે ઝાડની ખુલ્લી મીઠડી છાયામાં જ
રહેવાનું પસંદ કરતા હતા. કેટલાય ઝાડની છાયામાં સેંકડો માણસો આનંદથી ધર્મ
ચર્ચાવાર્તામાં મશગુલ હોય–એ દશ્ય મુનિઓના વનવિહારની સ્મૃતિ આપતા હતા.......
એક સાથે છ સાત હજાર માણસોની જમવાની વ્યવસ્થા પણ સુંદર હતી; આવડી મોટી
પંગત અડધી કલાકમાં તો જમી લેતી. ઉત્સવ માટે અનેક પ્રકારના સાજ–શણગાર ઠેઠ
અજમેર અને આગ્રાથી આવ્યા હતા.
વદ ૧૨ ની સવારે પ્રવચન પછી યાગમંડલ–મહાપૂજા દ્ધારા ઈન્દ્રોએ પંચ પરમેષ્ઠી
ભગવંતો વગેરેનું પૂજન કર્યું. દરરોજ સવારમાં જિનેન્દ્રભગવાન સન્મુખ હજારો
ભક્તજનો આનંદથી વિવિધ પ્રકારે પૂજન કરતા હોય–ભક્તિભજન કરતા હોય–ચિંતન–
મનન–વાંચન કરતા હોય–એ દશ્યો શાસનનો મહિમા અને સાધર્મીનો પ્રેમ જગાડતા
હતા. જિનેન્દ્રભગવાનની ને જ્ઞાનીગુરુદઓની મંગલછાયામાં દેશોદેશના સાધર્મીઓ
આનંદથી એકબીજાને મળી રહ્યા હતા ને પરસ્પર ધર્મભાવનાની પુષ્ટિ કરતા હતા. તે
દેખીને એમ થતું કે ‘વાહ! ધન્ય ધર્મકાળ! આવા ધર્મકાળમાં ચૈતન્યની આરાધના પ્રાપ્ત
થઈ તે જીવનની કૃતકૃત્યતા છે. ’
સાંજે જલયાત્રા નીકળી હતી. જલયાત્રાના ૧૦૮ કળશ, હાથી, રથ, વગેરેની
ઊછામણી માટે લોકોનો એટલો ઉત્સાહ હતો કે થોડી મિનિટોમાં જ બધી ઊછામણી પૂરી
થઈ ને વધુ કળશોની માંગણી પણ ચાલુ રહેતી. ગામેગામના સેંકડો ઉત્સાહી કાર્યકરો–
વિદ્ધાનો હાંશેહોંશે મહાન ઉત્સવના કાર્યમાં સાથ આપી રહ્યા હતા.