બીજા દશ્યમાં નેમપ્રભુનો રથ, રાજુલની ઉત્સુકતા અને પશુઓનો બંધનમુક્તિ માટેનો
ચિત્કાર–એનું હાલતુંચાલતું દશ્ય હતું: ત્રીજા દ્રશ્યમાં–સમાધિમરણ માટે મુનિરાજની
શૂરવીરતા, બીજા મુનિઓ દ્ધારા તેમની સેવા–વૈયાવચ્ચ, અને આચાર્ય દ્ધારા તેમને
શૂરવીરતા જગાડનારો ઉપદેશ–એનું દ્રશ્ય હતું. ... હલનચલનની ચેષ્ટા સહિત
મુનિરાજોનું આ દ્રશ્ય, અહા! મુનિજીવનની ઉર્મિ જગાડતું હતું, મુનિસેવાની ને
સાધર્મીપ્રેમની ઊંચી પ્રેરણા આપતું હતું. (શૂરવીરસાધક પુસ્તિકામાં આ ચિત્ર છપાયેલ
છે, તેના ઉપરથી અહીંની રચના થઈ હતી.) ત્યાર પછી બાળકોનું ધાર્મિકપ્રદર્શન
બાળકોમાં ઊંચા સંસ્કાર રેડવાની પ્રેરણા આપતું હતું. રાત્રે રંગબેરંગી કળાપૂર્ણ
પ્રકાશરચના પણ દૂરદૂર સુધી ધર્મોત્સવનો ઝગઝગાટ ફેલાવતી હતી. મંડપમાં દાખલ
થતાં જ સામે ભવ્ય પ્રતિષ્ઠાવેદી શણગારથી અને કેટલાય જિનબિંબોથી શોભી રહી હતી.
અહા, ગુરુકહાનના પ્રતાપે ઠેરઠેર આજે જિનેન્દ્રસમૂહ જોવાનું સૌભાગ્ય મળે છે.
શ્રાવકની ધર્મ–દ્રઢતા દેવ–ગુરુનો પ્રેમ વગેરેનું વર્ણન સાંભળતાં મુમુક્ષુઓ આનંદ વિભોર
બનતા. કાનજીસ્વામી પ્રવચનમાં અવારનવાર સત્ય જૈનમાર્ગની અને દિગંબર
મુનિવરોના અપાર મહિમાની વાત સંભળાવતા ત્યારે સભાજનોનાં હદય હર્ષથી ઉલ્લસી
જતા હતા ને મુનિવરો પ્રત્યેના ભક્તિ–બહુમાનથી હદય ગદગદિત થઈ જતા હતા.........
વાહ! આવા મુનિઓ અમને ગુરુ તરીકે મળ્યા ને આવો સત્ય મોક્ષમાર્ગ મળ્યો!
મહાન ગૌરવ આ વિશાળસભામાં પ્રગટ થતું, ને ગુરુદેવ જિનમાર્ગને અત્યંત મહિમા
પૂર્વક સમજાવતા હતા. વિવિધ વિદ્ધાનોનાં ભાષણોની તથા કવિઓનાં અધ્યાત્મ
કાવ્યોની વૃષ્ટિ પણ ચાલુ જ હતી. આ રીતે શરૂઆતનાં છ દિવસ તત્ત્વજ્ઞાનની મુખ્ય
તાથી ભરપૂર કાર્યક્રમો ચાલ્યા, સાતમા દિવસથી પ્રતિષ્ઠા સંબંધી કાર્યક્રમો શરૂ થાય.
ધર્મનું ધ્વજારોહણ–ઝંડારોપણ તલોદના ભાઈશ્રી મંગળદાસ જીવરાજના હસ્તે થયું. તથા
સમવસરણમંડલવિધાનની પૂજાનો પ્રારંભ થયો. વદ ૧૧ ની સવારમાં નાંદીવિધાન.