Atmadharma magazine - Ank 343
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 51 of 64

background image
: દ્વિ. વૈશાખ: ૨૪૯૮ આત્મધર્મ : ૪૯ :
કેટલું સરસ કામ કરી શકે છે ને હજારો જીવોમાં કેવો ધર્મ–પ્રચાર કરી શકે છે–તે આ
પ્રદર્શન જોતાં લક્ષમાં આવતું હતું. બાળકોએ જાતે પોતાની હાથ કારીગરીથી સુંદર
માનસ્તંભ, કાચનું જિનમંદિર, કુંદકુંદસ્વામી વગેરેનાં દશ્યો કર્યાં હતા. બાળકોને
તત્ત્વજ્ઞાન મળે એવી બીજી અનેક રચનાઓ હતી. બાલબંધુઓ! આવી ધાર્મિક શોભાના
કાર્યોમાં તમે વધુ ને વધુ રસ લ્યો તે જૈનશાસનને માટે ગૌરવની વાત છે.
હવે ઉત્સવના વિવેચનમાં આગળ વધતા પહેલાંં, જ્યાં આ મહાન ઉત્સવ
ઉજવાઈ રહ્યો છે તેનું થોડું અવલોકન કરી લઈએ. પ્રથમ તો ફત્તેપુર એક નાનું
દોઢહજારની વસ્તીનું ગામ છે, જ્યાં જૈનોના ઘર ૪૦ જેટલા છે; જ્યાં રેલ્વેસ્ટેશન નથી,
તાર ઓફિસ નથી, બસની સગવડ પણ માંડ મળી શકે છે. આવા નાના ગામમાં ઘણો
મોટો ઉત્સવ થયો તે સમસ્ત ફત્તેપુર જૈનસમાજ તથા ગુજરાતના મુમુક્ષુઓનો ઉલ્લાસ–
એકરાગતા અને વિદ્ધાન ભાઈશ્રી બાબુભાઈની દોરવણીને લીધે થયો છે. ગુરુદેવનો
મહાનપ્રભાવ સૌરાષ્ટ્ર કરતાંય આજે ગુજરાતમાં જાણે વધુ ફેલાઈ રહ્યો છે. ગુરુદેવનો
મહાનપ્રભાવ સૌરાષ્ટ્ર કરતાંય આજે ગુજરાતમાં જાણે વધુ ફેલાઈ રહ્યો છે. ફત્તેપુરનું
પ્રાચીનમંદિર નાનું હતું તેનો જીર્ણોદ્ધાર કરીને સુંદર શિખરબંધી મંદિર તૈયાર થયું છે.
બાજુમાં મોટું સ્વાધ્યાયમંદિર છે. ઉપરના ભાગમાં જિનમંદિરમાં પાંચફૂટ ઊંચી
શાંતિનાથભગવાનની સુંદર પ્રતિમાનું સ્થાપન થયું છે. (નીચે શીતલનાથભગવાન
મૂળનાયકપણે બિરાજતા હતા–તે એમને એમ બિજરાજમાન રાખેલ છે.) ઉપર વિશાળ
હોલમાં આરસની કારીગરીમાં સમવસરણની સુંદર રચના છે; જેમાં સીમંધર ભગવાન
જીવંતસ્વામી બિરાજમાન છે. સૌરાષ્ટ્રમાં સોનગઢ અને રાજકોટ પછી, ગુજરાતમાં
સમવસરણની આ પહેલી જ રચના છે. આવા મંદિરોનીપ્રતિષ્ઠાના પંચકલ્યાણક
મહોત્સવ માટે નજીકના એક ખેતરને “વીતરાગ વિજ્ઞાનનગર” બનાવી દેવામાં આવ્યું
હતું; તેમાં પ્રતિષ્ઠામંડપ અનેકવિધ શણગારોથી શોભતો હતો; રાત્રે પ્રકાશના ફૂવારાના
ઝગમગાટ વચ્ચે તે વિશેષ શોભી ઊઠતો.
વીતરાગવિજ્ઞાનગરના ભવ્ય પ્રવેશદ્ધારમાંથી પ્રતિષ્ઠામંડપમાં દાખલ થતાં જ
સામે ઊંચો ધર્મધ્વજ દેખીને મસ્તક નમી પડતું..... વાહ! કહાનગુરુના પ્રતાપે આજે
જૈનધર્મનો ધ્વજ ઊંચાઊંચા આકાશમાં કેવા આનંદથી લહેરાઈ રહ્યો છે! મંડપની બહાર
એકબાજુ વ્યવસ્થા માટેની ઓફિસો ધમધોકાર કામ કરતી હતી; સામી બાજુ પુસ્તક
વિભાગ, બાળકોનું પ્રદર્શન અને ત્રણ ભાવવાહી રચનાઓ હતી; મુંબઈના પ્રીતમભાઈ
કારીગરે તૈયાર કરેલ આ હાલતી ચાલતી રચના જોવા માટે દર્શકોની ભીડ ઊભરાતી.
પહેલાં દશ્યમાં–શ્રીકુંદકુંદચાર્યદેવ આકાશમાર્ગે સીમંધરભગવાનના સમવસરણમાં જઈ