: ૪૮ : આત્મધર્મ : દ્વિ. વૈશાખ: ૨૪૯૮
મારાં નથી–આત્માનું આવું ભાન થયું તે અપૂર્વ મંગળ છે.
આત્માનું ભાન થતાં આનંદના અંશનો અનુભવ થાય છે તે બિંદુ છે, ને આખો
આત્મા આનંદસ્વરૂપ છે તે સિંધુ છે. બિંદુ પણ હું ને સિંધુ પણ હું; આનંદમય નિર્મળ
પર્યાયરૂપ બિંદુ પણ હું છું ને ત્રિકાળ આનંદનો સિંધુ પણ હું છું. આવા દ્રવ્ય–પર્યાય
બંનેથી શુદ્ધ આનંદરૂપ મારો આત્મા જ મંગળ છે. મારું પ્રભુત્વ મારામાં છે, પર્યાયમાં તે
પ્રગટ કરીને હું જ પૂર્ણ પરમાત્મા થવાનો છું. મારા આવા ચૈતન્ય શુદ્ધસ્વભાવમાં પર
તરફના ભાવની ગંધ પણ નથી. મારો ચૈતન્યસ્વભાવ પોતાના અતીન્દ્રિય આનંદને
રચનારો છે, તે રાગને રચનારો નથી. રાગની રચનાને પોતાનું કાર્ય માને તેને
ચૈતન્યની ખબર નથી. અંતરના સ્વભાવની સન્મુખ થઈને આનંદની ને અનંતગુણની
નિર્મળતાની રચના કરે તે સ્વવીર્ય મંગળરૂપ છે. ભાઈ, એકવાર દુનિયાના વાદવિવાદ
છોડીને આવા આત્માનો અનુભવ કર. અત્યારે તેનો અવસર છે આ પ્રમાણે મંગળ કર્યું
(આ મંગળ વખતે કુદરતના મહા પ્રકાશથી ‘વીતરાગ’ વિજ્ઞાનનગરનો પ્રતિષ્ઠામંડપ
ઝગઝગી ઊઠ્યો હતો. સુંદર ભાવભીનું મંગળ સાંભળીને હજારો સભાજનો પ્રસન્ન થયા
હતા.)
મંગલાચરણ બાદ વીતરાગવિજ્ઞાન–અધ્યાત્મ શિક્ષણશિબિરનું ઉદ્ઘાટન
જયપુરના શેઠશ્રી પૂરણચંદ્રજી ગોદિકાએ કર્યું હતું. ફત્તેપુરમાં આ શિક્ષણ શિબિર સાત
દિવસ ચાલ્યો; ગુજરાતી –હિંદી– મરાઠી–કન્નડ એમ વિવિધ ભાષામાં હજાર ઉપરાંત
જિજ્ઞાસુઓએ શિક્ષણવર્ગનો લાભ લીધો હતો. તંબુમાં કે ખુલ્લા ઝાડ નીચે ચારેકોર
ધાર્મિક શિક્ષણની સભાઓ બેસતી, તે દશ્ય ઘણું સરસ હતું. ‘આજની પેઢી ધર્મમાં રસ
લેતી નથી. ’ એમ કહેનારા જો આ ધાર્મિક શિક્ષણના દ્રશ્યો જુએ તો તેમણે એમ કહેવું
પડે કે વાહ! આવ અધ્યાત્મતત્ત્વજ્ઞાનમાં ને ધાર્મિક ઉત્સવમાં આજનાં બાળકો યુવાનો
ને બહેનો કેટલા ઉમંગથી રસ લઈ રહ્યા છે! વહેલી સવારથી રાતસુધી ધાર્મિક વિધિઓ
અને જ્ઞાનચર્ચાઓ ચાલતી, જુદા જુદા વિદ્ધાન–પ્રવચનકારોના ભાષણો થતાં. વિધિઓ
અને જ્ઞાનચર્ચાઓ ચાલતી, જુદા જુદા વિદ્ધાન–પ્રવચનકારોના ભાષણો થતા.
વીતરાગમાર્ગના તત્ત્વજ્ઞાનનો આવો મહાન પ્રચાર, અને તેમાં ઉત્સાહથી રસ લઈ રહેલા
ભારતના જિજ્ઞાસુઓનો આવો સુંદર મેળો દેખીને પ્રમોદ થતો હતો. સાત દિવસ બાદ
ધર્મપ્રચારની ઉત્તમ ભાવનાઓ સાથે શિક્ષણશિબિરની સમાપ્તિ થઈ હતી.
પ્રથમ દિવસે શિક્ષણ શિબિરની સાથેસાથે, બાલવિભાગના (અમદાવાદ
શાખાના) બાળકોએ તૈયાર કરેલ એક અધ્યાત્મપ્રદર્શનનું ઉદ્ઘાટન મુંબઈના શેઠશ્રી
જુગરાજજીના સુહસ્તે થયું હતું. બાળકોને સાચું પ્રોત્સાહન આપવામાં આવે તો થોડા
બાળકો પણ