Atmadharma magazine - Ank 343
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 49 of 64

background image
: દ્વિ. વૈશાખ: ૨૪૯૮ આત્મધર્મ : ૪૭ :
ફત્તેપુરના સમાચાર
સમવસરણમાં સીમંધરસ્વામીની પ્રતિષ્ઠા; જિનમંદિરનો
જીર્ણોદ્ધાર, સ્વાધ્યાયભવનનું ઉદ્ઘાટન, કહાનગુરુની
પ્રભાવના એવા મંગલઉત્સવોથી નાનું ફત્તેપુર પંદર દિવસ
સુધી મંગલ નાદથી ગાજી ઊઠયું....... તે મંગલઉત્સવોની
ઝાંખી આપને આ સમાચારમાં થશે. (સં.)
જેમના મહાન પ્રતાપે આવા મંગલ–ઉત્સવો પ્રાપ્ત થાય છે તે પૂ. શ્રી કહાનગુરુ
પ્ર. વૈશાખવદ ચોથની સવારે ફત્તેપુરમાં પધાર્યા...... ત્યાર ભગવાન કલ્યાણકથી શોભતી
કોઈ મહાન નગરીમાં પ્રવેશ કરી રહ્યા હોય–એવું લાગતું હતું. નવીન રચાયેલી
શીતલનાથનગરી અને સીમંધરનગરી–એ બે નગરી પાસેથી પસાર થઈને જ્યાં
ફત્તેપુરમાં પ્રવેશ કર્યો ત્યાં દરવાજે બે હાથી ઝુલતા હતા; તે પછી તરત
વીતરાગવિજ્ઞાનગરના પ્રતિષ્ઠામંડપમાં પધારી રહેલા જિનેન્દ્રભગવાન સામા મળ્‌યા......
પ્રભુજીના આવા મંગલ શુકનપૂર્વક ફત્તેપુરમાં પ્રવેશ કર્યો.
ફત્તેપુરમાં ભારતના પાંચ હજાર મુમુક્ષુઓએ ગુરુદેવનું ભવ્ય સ્વાગત કર્યું.
મંગળ–ગીત અને સ્વાગત–પ્રવચન બાદ, મંગલાચરણમાં ગુરુદેવે આનંદધામ આત્માના
સ્મરણપૂર્વક કહ્યું કે–આત્મા અસંખ્યપ્રદેશી પવિત્ર આનંદધામ છે, તે પોતે મંગળ છે.
આવા આત્માને ભૂલીને અનાદિથી તેનું વિસ્મરણ હતું, ને પુણ્ય–પાપને જ પોતાનું
સ્વરૂપ માનીને તેનું જ સ્મરણ હતું, હવે તે પુણ્ય–પાપથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્માનું
ભાન કર્યું ને તેનું સ્મરણ કરવું–તે મંગળ છે. આત્માનું ખરૂં સ્મરણ ક્્યારે કરે? કે તેનો
અનુભવ કર્યો હોય ત્યારે! પુણ્ય–પાપથી છૂટો પડીને અને આત્માની સન્મુખ થઈને તેના
અવગ્રહ–ઈહા–નિર્ણય અને ધારણા જેણે કર્યાં હોય તે તેનું સાચું સ્મરણ કરી શકે. –
આત્માનું આવું જ્ઞાન જેણે કર્યું તે વિચક્ષણ છે, તે જાણે છે કે હું સદા એક, પરથી જુદો,
મારા ચૈતન્યરસથી જ ભરેલો છું, કર્મ કે મોહાદિભાવો તે