Atmadharma magazine - Ank 344
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 55

background image
: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૭ :
ભારતની મહિલાઓને આવી પ્રેરણા આપવા માટે પારણાઝુલન પછી તરત
મહિમાસમ્મેલન યોજાયું હતું. હજારો બહેનોએ તેમાં ભાગ લીધો હતો. આ સંમેલનમાં
પૂ. બેનશ્રી–બેન (ચંપાબેન તથા શાંતાબેન) પણ પધાર્યા હતા, ભારતની મહિલાઓએ
તેમનું સન્માન કર્યું હતું, અને તેઓશ્રીએ ભારતની મહિલાઓને માટે આત્મહિતનો
મંગલસન્દેશ આપ્યો હતો.
રાત્રે સમુદ્રવિજયમહારાજનો રાજદરબાર ભરાયો હતો. રાજદરબારમાં સુંદર
તત્ત્વચચાૃ થતી હતી ત્યાં જુનાગઢના ઉગ્રસેન મહારાજાનાદૂત આવીને નેમકુંવર સાથે
રાજીમતિના વિવાહનું નકકી કરે છે. દેશોદેશના રાજાઓ આવીને નેમકુમારને વિવિધ
ભેટ ઘરે છે ને ભાવના ભાવે છે કે–હે મહારાજ! જગતકો સમ્યક્ રત્નત્રયકી ભેટ દેને
વાલે આપકો હમ કયા ભેટ ઘરેં? જૈસે જગતમેં સબસે શ્રેષ્ટ જ્ઞાયકમહારાજાકો મિલનેકે
લિયે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ભેટ દેના પડતી હૈ, વૈસે આપ તીર્થંકર મહારાજકો
મિલકર પ્રસન્નતાસે હમ યહ ભેટ ધર રહે હૈ ઔર ભાવના કરતે હૈ કિ આપકે
સમવસરણમેં હમેં સમ્યક્ત્તત્રયકી ઉત્તમ ભેટ પ્રાપ્ત હો. ’
ત્યારબાદ નેમિકુંવરના વિવાહ માટે જાન જુનાગઢ તરફ રવાના થાય છે. રથમાં
નેમકુમાર શોભી રહ્યા છે. શિવમાતા હોંશેહોંશે કુંવરને વિદાય આપે છે ને બીજી તરફ
રાજુલદેવી ઉત્સુકતાથી નેમકુંવરની વાટજોઈ રહી છે....
વૈ. વદ અમાસે સવારમાં દીક્ષાકલ્યાણકનો પ્રસંગ રજુ થયો.
દીક્ષાકલ્યાણક પ્રસંગે સારથી સાથે નેમપ્રભુનો સંવાદ
(નેમકુમારની જાન જુનાગઢ પહોંચી છે; રાજલદેવી નેમદર્શનની રાહ જોઈ રહી
છે. એવામાં એકાએક પાંજરે પુરાયેલા પશુઓનો કરૂણ ચિત્કાર સાંભળતા નેમકુમાર
સારથિને કહે છે:–)
હે સારથી! રથને રોકો.... રોકો.... રોકો.... પશુઓનો આ કરુણા ચિત્કાર કેમ
સંભળાય છે? આવા નિર્દોષ પશુઓને અહીં કોણ કોણે પૂર્યા છે? આવા મંગલ પ્રસંગ
પર કરુણતાનો આ કોલાહલ કેમ થઈ રહ્યો છે? વિવાહ વખતે વૈરાગ્યનું આ દ્રશ્ય કેમ
ઉપસ્થિત થયું?
સારથી:– મહારાજ! આબધું આપના વિવાહના ઉપલક્ષમાં જ થઈ રહ્યું છે. જાતના
રસ્તામાં આ નિર્દોષ પશુઓને શ્રીકૃષ્ણે જ પુરાવ્યા છે. આપ જેવા કરુણાવંતને