Atmadharma magazine - Ank 344
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 55

background image
: ૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
દેખીને આ પશુંડા છૂટવા માટે ચીસ પાડી રહ્યા છે કે હે પ્રભો! અમને છોડાવો,
છોડાવો, છોડાવો.
નેમકુમાર:– અરે સારથિ, સારથિ! એ બધી વાત જૂઠી છે. ખરેખર આ પશુડા મારા
વિવાહ માટે નહિ પરંતુ મને વૈરાગ્ય ઉપજાવવા માટે જ શ્રીકૃષ્ણભૈયાએ અહીં
બંધાવ્યા છે. અરે, પૃથ્વીના એક નાના ટુકડા માટે આવો માયાચાર! સારથિ
વૈરાગ્યનું નિમિત્ત ઉપસ્થિત કરીને શ્રીકૃષ્ણે તો મારા ઉપર ઉપકાર જ કર્યો છે; ને
મને વિવાહના બંધનથી છોડાવ્યો છે. સારથિ! હવે રથને પાછો ફરવો. હવે હું
રાજુલ સાથે વિવાહ કરવા નથી ઈચ્છતો, હું તો મુક્તિસુંદરી સાથે વિવાહ કરવા
માટે ગીરનાર જવા ઈચ્છું છું.
સારથી:– પ્રભો, પ્રભો! આપ આ શું કહો છો?
નેમકુમાર: સારથિ! હું સત્ય કહું છું. મારું ચિત્ત આ સંસાર ઉપરથી ઉઠી ગયું છે. અને
સંસારથી વિરકત થઈને હું હવે આત્મસાધનાને પૂરી કરવા ચાહું છું. રથનો પાછો
વાળો. હવે દિગંબરી મુનિદીક્ષા ધારણ કરીને હું મુનિ થવા માંગું છું, ને નિર્વિકલ્પ
શુદ્ધોપયોગમાં લીન થવા માંગું છું.
સારથી:– પ્રભો! આ બાજું રાજુલદેવી આપની રાહ જોઈ રહી છે, અને શૌરીપુરમાં
(દ્વારકામાં) શિવાદેવીમાતા આપને પોંખવા ઉત્સુક થઈ રહ્યા છે; ત્યારે આપ
કહો છો કે મારે નથી પરણવું. પ્રભો! શિવાદેવી માતાને હું શો જવાબ આપીશ?
રાજુલદેવી આ કેમ સહન કરી શકશે? પ્રભો! પાછા ન ફરો...... પાછા ન ફરો.
નેમકુમાર:– અરે સારથિ, મારો નિર્ણય અફર છે. મારો અવતાર આ સંસારના ભોગ
ખાતર નથી, પણ આત્માના મોક્ષને સાધવા માટે મારો અવતાર છે. અરે, આ
સંસારની સ્થિતિ તો જુઓ! એક પૃથ્વીના ટુકડા માટે ભાઈ સાથે માયાચાર કરવો
પડે! નિર્દોષ પશુઓને પાંજરે પૂરવા પડે...... અરે, આ હિંસા શોભતી નથી.
સારથી, આ પશુઓને છોડી મૂકો.... એને મુક્ત કરો..... ને રથને પાછો વાળી
ગીરનાર તરફ લઈ જાઓ અમારું ચિત્ત આ સંસારથી વિરકત છે. આ સંસારના
માર્ગ પર મારો રથ નહિ ચાલે, મારો રથ હવે મોક્ષના માર્ગ પર ચાલશે.
મને લાગ્યો સંસાર અસાર..... મને લાગ્યો સંસાર અસાર.
એ રે સંસારમાં નહીં જાઉં.... નહીં. જાઉ..... નહીં જાઉં રે.