Atmadharma magazine - Ank 344
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 55

background image
: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૯ :
મને લાગે જ્ઞાયકભાવ સાર.... મને લાગે ચૈતન્યપદ સાર....
એ રે જ્ઞાયકમાં હું લીન થા.... લીન થાઉં.... લીન થાઉં રે.
સારથિ:– પ્રભો! પ્રભો! ધન્ય છે આપનું જીવન! આપના વૈરાગ્યજીવનને હું પહેલેથી જાણું
છું..... આપ જગતથી ઉદાસ છો..... આપ માત્ર પશુઓને નહિ પણ આપના
આત્માને આ સંસારનાં બંધનથી મુક્ત કરી રહ્યા છો. પ્રભો! આપ જે માર્ગને
અંગીકાર કરી રહ્યા છો તે સત્ય માર્ગ છે. હું પણ આપના જ માર્ગે આવીશ. દેવી
રાજુલ પણ આપના જ માર્ગે આવશે. શિવાદેવી માતા પણ આપના જ માર્ગે
આવશે, ને શ્રીકૃષ્ણ પણ અંતે આપના જ માર્ગે આવીને મુક્તિ પામશે. આપનો
માર્ગ એ અનંત તીર્થંકરોનો માર્ગ છે. જગતને પણ એ માર્ગે આવ્યે જ કલ્યાણ છે.
એ રીતે નેમપ્રભુએ દીક્ષાનો નિર્ણય કરતાં વૈરાગ્યમય મંગલ વાતાવરણ છવાઈ
જાય છે. અને લૌકાંતિકદેવો આવીને મંગલ સ્તુતિપૂર્વક પ્રભુના વૈરાગ્યનું
અનુમોદન કરે છે–
૧. પ્રભો, આપ મુનિ હોકર આત્માકે ધ્યાનસે કેવલજ્ઞાની બનેંગે ઔર દિવ્યધ્વનિકે દ્ધારા
મોક્ષકા માર્ગ ખોલેંગે; ઉસકો પાકર જગતકે જીવ ધન્ય બનેંગે!
૨. અહા, જગતથી વિરકિત એ જ અનંત તીર્થંકરોનો પંથ છે, આપ પણ એ જ માર્ગે
જઈ રહ્યા છો...... જગત પણ એ જ માર્ગે આવશે.
૩. અહા, પ્રભો! આપ જન્મથી જ વૈરાગી છો. ને આજે રત્નત્રયમાર્ગમાં જઈ રહ્યા છો.
તે જગતને માટે કલ્યાણનું કારણ છે.
૪. અહા પ્રભો! આપકો વીતરાગી દિગંબર અવસ્થામેં દેખકર હમેં બહુત પ્રસન્નતા
હોગી. આપકી આત્મા મહાન હૈ; ઔર મુનિદશા ભી મહાન હૌ
૫. જીવ મોહને કરી દૂર, આત્મસ્વરૂપ સમ્યક્ પામીને,
જો રાગ–દ્ધેષ પરિહરે તો પામતો શુદ્ધાત્મને. (૮૧)
નેમપ્રભુ આજે એવા ઉત્કૃષ્ટ સુખના માર્ગે જઈ રહ્યા છે, તેને અમારી અનુમોદના છે.
૬. આત્માનો આનંદ કહો, જ્ઞાનચેતના કહો, પરમ સામાયિક કહો, નિર્વિકલ્પ અનુભૂતિ
કહો, નિર્ગ્રંથી માર્ગ કહો, તે માર્ગે નેમપ્રભુ આજે જઈ રહ્યા છે. ધન્ય છે પ્રભો!
આપનો વૈરાગ્ય! અમે તેને અનુમોદીએ છીએ.