Atmadharma magazine - Ank 344
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 55

background image
: ૧૦ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
૭. અહા, જગતપૂજય પરમેષ્ઠીપદ ધારણ કરીને, ચિદાનંદ સ્વરૂપમાં ઝુલતાં–ઝુલતાં
આપ ગીરનાર સહેસાવનમાં કેવળજ્ઞાન પામશો અને ત્યાંથી જગતને મોક્ષનો સંદેશ
સંભળાવશો.
૮. પ્રભો! આપ શુદ્ધોપયોગરૂપ મુનિદશાને અંગીકાર કરી રહ્યા છો. મુનિમાર્ગ અંતરમાં
સમાય છે; મુનિમાર્ગ એ કાંઈ રાગનો માર્ગ નથી, એ તો વીતરાગતાનો માર્ગ છે.
– તે માર્ગને અમારી અનુમોદના છે.
લૌકાંતિકદેવોની અનુમોદના બાદ, ઈંદ્રો પાલખી લઈને આવે છે. પ્રભુની પાલખીને
લેવાનો પહેલો અધિકારર ઈંદ્રોનો નહિ પણ મનુષ્યોનો છે; પ્રભુને ઠેઠ મુનિદશા સુધી જે
સાથ આપી શકે ને પ્રભુ સાથે સંયમ ધારણ કરે તે પ્રભુની પાલખીને પહેલાંં ઉઠાવે. એ રીતે
મનુષ્યરાજાઓ પાલખી લઈને પ્રથમ સાત પગલાં ચાલે છે; પછી વિધાધર રાજાઓ સાત
પગલાં ચાલે છે, ને છેલ્લે ઈંદ્રો પાલખી થઈને દીક્ષાવનમાં આવે છે.
સુંદર દીક્ષાવગનમાં આંબાના વૃક્ષ નીચે પ્રભુના દીક્ષાકલ્યાણકની વિધિ થઈ તે
જોતાં જાણે ગીરનારના સહેસાવનની વચ્ચ જ બેઠા હોઈએ–એવી સુંદર ભાવનાઓ
જાગતી હતી. દીક્ષા પછી નેમમુનિરાજનું પૂજન થયું. મુનિરાજની ભક્તિ થઈ; પણ એ
પૂજા–ભક્તિ વખતે પ્રભો તો નિર્વિકલ્પ ધ્યાનમાં એકાગ્ર થઈને સાતમા ગુણસ્થાનના
નિર્વિકલ્પ મહા આનંદને અનુભવતા હતા, ચોથું જ્ઞાન તથા અનેક લબ્ધિઓ તેમને
પ્રગટી હતી. પૂજા–ભક્તિમાં એકાગ્ર ભક્તજનોને ખબર પણ ન પડી કે નેમમુનિરાજ
ક્્યારે ક્્યાં વિહાર કરી ગયા!
દીક્ષાવનમાં હજારો માણસોની સભામાં ગુરુદેવે વૈરાગ્યપ્રવચન કરીને મુનિ
દશાનો પરમ મહિમા પ્રસિદ્ધ કર્યો..... એ ધન્ય ચારિત્રદશાની ભાવના ભાવી. આખો દિવસ
મુનિભક્તિ ચાલુ જ રહી. બપોરે પચીસ જેટલા જિનબિંબો ઉપર અંકન્યાસ વિધિ થઈ.
બપોરે મધ્યપ્રદેશ–મુમુક્ષુમંડલનું અધિવેશન શેઠશ્રી ભગવાનદાસજી (સાગર) ની
અધ્યક્ષતામાં થયું; તત્ત્વપ્રચાર માટે અનેક વિચારો વ્યક્ત થયા; મધ્યપ્રદેશના
મહામુમુક્ષુમંડળ દ્ધારા ઠેરઠેર ધાર્મિક પ્રચાર વૃદ્ધિગત થઈ રહ્યો છે. રાજસ્થાન અને ઉત્તર
પ્રદેશમાં પણ વિશેષ જાગૃતી આવી રહી છે. આ વખતે આગ્રામાં શિક્ષણશિબિરનું મોટું
આયોજન થયું જેમાં હજારો જિજ્ઞાસુઓએ ભાગ લીધો હતો. સાંજે વીતરાગ