Atmadharma magazine - Ank 344
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 55

background image
: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૧૧ :
વિજ્ઞાન વિધાપિઠની ગુજરાત શાખાનું ઉદ્ઘાટન થયું હતું. ગુજરાત ઘણે ઠેઠાણે
પાઠશાળાઓ ખુલતી જાય છે. એકએક ગામમાં બાળકો માટે પાઠશાળા હોય તે અત્યંત
જરૂરી છે.
રાત્રે વિદ્ધાનોનું સંમેલન હતું. અહા, જૈનધર્મની સેવામાં તત્પર આટલા બધા
વિદ્ધાનો એક સાથે, એક ધ્યેયપૂર્વક હળીમળીને ચર્ચા કરી રહ્યા હતા, તે દેખીને આનંદ
થતો હતો. સામાન્ય રીતે વિદ્ધાનો ભેગા થાય એટલે વાદવિવાદ કરે; અહીં ભારતના
ચારેખુણેથી સેંકડો વિદ્ધાનો એકઠા થયા હતા ક્્યાંય વાદવિવાદ ન હતો, આનંદભરી
વીતરાગી ગોષ્ઠી ચાલતી હતી. ‘આત્મધર્મ’ દ્ધારા જે પ્રચાર થઈ રહ્યો છે તે બધા
વિદ્ધાનોએ મુક્તકંઠે પ્રશંસા કરી હતી, ને હજી વધુ પ્રચાર માટે ભાવનાઓ વ્યક્ત કરી
હતી. અહીં, દેશભરના હજારો જિજ્ઞાસુ પાઠકોએ આત્મધર્મ પ્રત્યે અને આત્મધર્મના
સંપાદક પ્રત્યે જે પ્રેમ–આદર અને વાત્સલ્યની ઉર્મિઓ વ્યક્ત કરી છે. તે આર્શ્ચય
પમાડતી હતી. હજારો તત્ત્વજિજ્ઞાસુ અધ્યાત્મપ્રેમી સજ્જનોનો આવો પ્રેમ–એ
આત્મધર્મનું મહાન ગૌરવ છે. અને આત્મધર્મના સંપાદક પણ પ્રસન્ન ચિત્તથી પોતાના
હજારો સાધર્મી– પાઠકજનો પ્રત્યે હાર્દિક વાત્સલ્યની ઉર્મિઓ ધરાવે છે. આત્મધર્મ પ્રત્યે
ભારતના જિજ્ઞાસુઓનો પ્રેમ જોઈએ એમ થતું હતું કે અહા, જેમની વાણીનો થોડોક
અંશ જ જે આત્મધર્મમાં આવે છે તે આત્મધર્મમાં પ્રત્યે પણ જિજ્ઞાસુઓને આટલો પ્રેમ,
તો એ ગુરુદેવ પ્રત્યેના પ્રેમની તો શી વાત! અહીં ભેગા થયેલા ભારતના સેંકડો
વિદ્ધાનએ એકી અવાજે ગુરુદેવને પ્રશંસ્યા..... કવિઓએ સેંકડો કવિતા વડે મહિમા
ગાયો...... કવિજનોનાં પંદર દિવસ કાવ્યો ભેગા કરીએ તો સેંંકડો કાવ્યોનો ઢગલો થાય.
આ બધું આત્મધર્મમાં આપી શકતા નથી તે માટે કવિજનો તેમજ વિદ્ધાનો ક્ષમા કરે.
વિદ્વત્ સંમેલનના પ્રારંભમા આર્શીવાદરૂપે ગુરુદેવે કહ્યું કે–આનંદસ્વરૂપ આત્મા
પોતે છે–તેનું અનાદિથી વિસ્મરણ, અને રાગાદિરૂપે પોતાને માનીને તેનું સ્મરણ–તે
અનાદિથી અવિધા છે; તેનું ફળ સંસાર છે. આનંદસ્વરૂપમાં આત્મા હું અને રાગાદિ તે
પર–એમ ભેદજ્ઞાન કરીને મોક્ષનો માર્ગ સાધવો તે સાચી વિધા છે. આવી વીતરાગી વિધાને
જે જાણે તે સાચો વિદ્ધાન્ છે. અને વિદ્ધાનોએ આવી વિધાનો પ્રચાર કરવા જેવું છે.
ત્યારબાદ પં. ફૂલચંદંજી સિદ્ધાંતશાસ્ત્રી (બનારસ) અધ્યક્ષતામાં જ્ઞાન પ્રચારની
ભાવના સંબંધી કેટલાક ઠરાવો રજુ થયા હતા. અનેક વિદ્ધાનોએ પોતાના