Atmadharma magazine - Ank 344
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 55

background image
: ૧૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
વિચારો રજું કર્યાં હતા. આ કાળે જીવન થોડું ને શક્તિ થોડી, તેમાં સાચી વિધાવડે
આત્મહિત સાધી લેવા જેવું છે. આવી વિધાના ઉપાસકોનું આ વિદ્ધત્–સંમેલન છે. પણ
કોઈ અમુક ભણતરની ડીગ્રી ધરાવે તે જ વિદ્ધાન–એવું આ સંમેલન નથી. બીજે તો
સામાન્યપણે અત્યારે જેટલા વિદ્ધાન્ એટલા મત–એવી પરિસ્થિતિ છે ને વિદ્ધાનોમાં
ખેંચાતાણી ચાલે છે, આપણે તો અહીં ગુરુદેવની છાયામાં વીતરાગી વિધાના જિજ્ઞાસુ
સેંકડો વિદ્ધાનો ભેગા થાય છે ને બધા વિદ્ધાનો એકમત છે..... કે અમે તો તત્ત્વના
જિજ્ઞાસુ અને જ્ઞાનના પ્યાસી છીએ.... જૈનશાસનની સેવા માટે બંધુ સમર્પી દેવા અમે
તૈયાર છીએ. આવા દ્રષ્ટિકોણનું આ વિદ્ધત્ સંમેલન છે. વિદ્ધાનોની બે પાર્ટીમાંથી કોઈ
પાર્ટીના પોષણ માટે આ સંમેલન નથી; પણ પાર્ટી–મતભેદ મટાડીને, વીતરાગવિધામાં
એકતા માટેનું આ સંમેલન છે. આવા વિચારો વિદ્ધત્ સંમેલનમાં વિદ્ધાનોએ વ્યક્ત કર્યાં
હતા. તે ઉપરાંત ‘આત્મધર્મ’ દ્ધારા જે પ્રભાવના થઈ રહી છે તેની પ્રશંસાપૂર્વક તેના
વધુ ને વધુ પ્રચારની ભાવના ભાવી હતી.
વૈશાખ સુદ બીજ: ૮૩ મી જન્મજયંતિ

જેમના પ્રતાપે ભેદજ્ઞાનરૂપી મંગલ બીજ ઊગી છે એવા મંગલમૂર્તિ ગુરુદેવનો
આજ ૮૩ મો જન્મોત્સવ ઊજવાઈ રહ્યા છે, ત્યારે સર્વપ્રથમ ‘અષ્ટ’ મહાગુણના કારણરૂપ
ત્રણ રત્નના ઉપાસક ગુરુદેવને નમસ્કાર કરું છું.
ધન્ય બન્યું આ ફત્તેપુર, કે જ્યાં કહાનગુરુનો ૮૩ મો જન્મોત્સવ આનંદથી ઉજવવા
ભારતના દશ હજારથી વધુ મુમુક્ષુજનો ઉભરાઈ રહ્યા છે. સવારમાં ચાર વાગતાં પહેલાંં તો
આનંદવધાઈ માટે સૌ તૈયાર થઈ યા છે. હજારો બત્તીના ચિત્રવિચિત્ર ઝગમગાટથી
વીતરાગવિજ્ઞાનગર અને ફતેપુર શહેર અદ્ભૂત શોભી રહ્યું છે. દરવાજે બે હાથી
મહાપુરુષને સત્કારવા આતુર થઈનેઊભા છે. હજારો ભક્તો જૈનધર્મના જયજયકાર કરતા
ને મંગલ વધાઈ ગાતાં ગાતાં પ્રભાતફેરીફેરીરૂપે આવી રહ્યા છે. ગુરુદેવ વહેલી સવારમાં
પ્રતિષ્ઠામંડપમાં પધાર્યા ને ભક્તિચિત્તે જિનેન્દ્ર ભગવંતોના દર્શન કર્યાં. ત્યારબાદ જેમના
પ્રતાપે આપણને સાચો જૈનધર્મ અને મોક્ષમાર્ગ પ્રાપ્ત થયો છે એવા