Atmadharma magazine - Ank 344
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 55

background image
: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૧૩ :
ગુરુકહાન પ્રત્યે પરમ ઉપકારભાવે સૌએ શ્રીફળ લઈને અભિવંદન કર્યુ. વીતરાગ
વિજ્ઞાનનગરમાં ઊભરાયેલા દશ હજારથી વધુ મુમુક્ષુ જીવો એમ પ્રસિદ્ધિ કરી રહ્યા હતા કે
હે ગુરુદેવ! વીતરાગપરમાત્મા તીર્થંકર ભગવંતોએ અને કુંદકુંદચાર્ય વગેરે સન્તોએ
બતાવેલો જે આત્મસન્મુખી વીતરાગી મોક્ષમાર્ગ આપે અમને દેખાડયો છે તે સુંદર માર્ગ
અમને ગમ્યો છે, તે માર્ગ અમે સ્વીકાર્યો છે ને તે માર્ગે અમે આવી રહ્યા છીએ. આવા
માર્ગની પ્રાપ્તિ આપના જ પ્રતાપે અમને થઈ છે તેથી આપનો અવતાર અમારા માટે
કલ્યાણનું કારણ છે; એટલે આપનો જન્મોત્સવ ઊજવતાં ખરેખર અમે અમારા
આત્મહિતનો જ ઉત્સવ ઊજવી રહ્યા છીએ. આવી ભાવનાથી સૌએ ગુરુદેવને અભિનંધા.
એક મોટી બીજની રચના ઉપર બિરાજમાન કહાનગુરુ ગંભીરપણે શોભતા હતા.
અહા, વૈશાખસુદ બીજ એ તો જાણે જ્ઞાનની ઉજવળ બીજ ઊગી છે... ને ઉપર પૂનમનું દશ્ય
એવું હતું કે જાણે ગુરુદેવ બીજ દ્ધારા કેવળજ્ઞાન–પૂર્ણિમાને બોલાવી રહ્યા હોય! આમ બીજ
અને પૂનમની વચ્ચે કહાનગુરુનું દશ્ય સરસ લાગતું હતું. એક બાજું હજારો શ્રીફળનો ઢગલો
હતો; બીજી બાજુ શરણાઈના મંગલસૂર ગાજી રહ્યા હતા. દેશભરના હજારો મુમુક્ષુઓની
લાંબી કતાર લાગી હતી, ને જયજયકારના મોટા કોલાહલથી મંડપ ગાજી રહ્યો હતો.
એકાએક બધો શોરબકોર બંધ થઈ ગયો.... કેમ? કારણકે ગુરુદેવે
ગંભીરધ્વનિથી સિદ્ધપ્રભુનું સ્મરણ કરીને મંગલાચરણ સંભળાવવું શરૂ કર્યું. સમય
સારની પહેલી ગાથા દ્ધારા અનંત સિદ્ધભગવંતોનું સ્મરણ કરીને કહ્યું કે આવા સિદ્ધ
ભગવંતોને આત્મામાં સ્થાપીને તેમનો આદર કરતાં, તેમના જેવો પોતાનો શુદ્ધઆત્મા
લક્ષમાં લાવે છે, ને રાગથી ભિન્ન ચૈતન્યનું ભાન થતાં ભેદજ્ઞાનરૂપી બીજ ઊગે છે તે
અપૂર્વ મંગળ છે. ને આવી બીજ ઉગી છે તે આગળ વધીને કેવળજ્ઞાનરૂપી પૂર્ણિમા
થશે.... થશે ને થશે તે ઉત્કૃંષ્ટ મંગળ છે.
આવું માંગળિક સાંભળીને સૌને ઘણી પ્રસન્નતા થઈ. ઉમંગભર્યા વાતાવરણમાં
પૂજનાદિ બાદ ગુરુદેવે સુંદર પ્રવચન દ્ધારા આનંદમય ભેદજ્ઞાનબીજનો મહિમા
સમજાવીને કહ્યું કે અરે જીવ! એકવાર આવી જ્ઞાનીબીજ ઉગાડ...... (ત્યારે એમ થતું કે
વાહ ગુરુદેવ! આપની વૈશાખસુદ બીજે તો અમને ભેદજ્ઞાનરૂપી બીજ આપી.)
પ્રવચન બાદ આજના આનંદપ્રસંગે સૌએ પોતાનો હર્ષોલ્લાસ વ્યક્ત કર્યો.... ને
૮૩ જન્મજયંતિની ખુશાલીમાં ૮૩ ની રકમો લગભગ એક હજાર લખાણી.