Atmadharma magazine - Ank 344
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 55

background image
: ૧૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
આ પ્રસંગે ભારતભરમાંથી આવેલા અગ્રગણ્ય વિદ્ધાનો, પ્રમુખ આગેવાનો,
કાર્યકરો, હજારો મુમુક્ષુઓ, અને આરાધક જીવોથી સભા શોભી રહી હતી. સૌ ગુરુદેવને
અભિનંદવા આતૂર હતા. સમય ઘણો થોડો હોવાથી પાંચ–સાત વકતાઓ જ બોલી
શક્્યા હતા.
* શરૂઆતમાં ભાઈશ્રી ખીમચંદભાઈએ પોતાની વિશિષ્ટ શૈલિથી ઉપસ્થિત
સમાજની વતી ગુરુદેવપ્રત્યે શ્રદ્ધાંજલિ આપી; અને સાથે સોનગઢ–સંસ્થાના
આઘપ્રમુખ મુરબ્બીશ્રી રામજીભાઈની વતી એમ જાહેર કર્યું કે અહીં ફત્તેપુરમાં આ
૮૩ મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે ને ફત્તેહ થઈ ગઈ છે; હવે આગામી વર્ષે ૮૪
મી જન્મજયંતિ સોનગઢમાં ઉજવાશે ત્યારે આપ સૌ જરૂર પધારશો. ને ગુરુદેવના
ઉપદેશવડે આપણે સૌ ચોરાસીના ફેરા ટાળવાનો માર્ગ પામીએ. એવી ભાવના
સાથે બધા મુમુક્ષુઓને સોનગઢ પધારવાનું આમત્રણ અત્યારથી આપીએ છીએ.
અખિલ ભારત જૈનસમાન પ્રસિદ્ધ નેતા શેઠશ્રી શાંતિપ્રસાદજી શાહૂ–જેઓ આ
ઉત્સવમાં ફત્તેપુર આવ્યા હતા, તેમણે પોતાના તરફથી તેમજ ભારતના સમગ્ર
જૈનસમાન વતી સરસ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી, અને સાથે ગુરુદેવ દ્ધારા
સમ્યક્ત્વપ્રાપ્તિની ભાવના ભાવી હતી. તે જ ૮૩ મી જન્મજયંતિના ઉપલક્ષમાં
રૂા. ૮૩૦૦ સોનગઢસંસ્થાને અર્પણ કર્યાં હતા. તેમનું લાગણીભીનું ભાષણ આ
અંકમાં આપ વાંચશો.
અજમેરના શેઠશ્રી ભાગચંદજી સોનીએ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે–ફત્તેપુરમાં
ભગવાનના પંચકલ્યાણક થઈ રહ્યા છે ને સાથે કાનજી સ્વામીની જન્મજયંતિ પણ
માનવાનો પ્રસંગ મળ્‌યો છે. કુંદકુંદચાર્ય આદિ નિર્ગં્રથ મુનિવરોએ જે માર્ગ કહ્યો તે
માર્ગ આજ કાનજીસ્વામીના મુખથી આપણને સાંભળવા મળે છે..... તેમના પ્રત્યે
હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
ઈન્દોરના ભૈયાસાહબ શ્રી રાજકુમારસિંહજીએ ઉમંગભરી અંજલિ આપતાં કહ્યું કે–
આત્માકે કલ્યાણકા માર્ગ દિખાકર આજ પૂ. કાનજીસ્વામીને આપણા ઉપર જે
મહાન ઉપકાર કર્યો છે–ઈસસે બડા કોઈ ઉપકાર નહીં કિયા જા સકતા. હમ
મહાવીર ભગવાનકી પરંપરામેં આયે, અપનેકો મહાવીરકે અનુયાયી સમજે, કિન્તુ
ભગવાનકે માંગકો હમ ભૂલ રહે થે ઔર વિપરીત માર્ગમેં જા રહે થે, તબ