Atmadharma magazine - Ank 344
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 55

background image
: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૧૫ :
પૂ. કાનજીસ્વામીને મહાવીરકા સચ્ચા માર્ગ દિખાકર અપનેકો કલ્યાણકે સચ્ચે માર્ગ
પર લગાયા હૈ.
બનારસના સિદ્ધાંતાચાર્ય પં. શ્રી ફૂલચંદજી ઉર્મિભરી આ અંજલિ આપતાં કહ્યું કે
આજ કાનજીસ્વામીકે દ્ધારા દિ. જૈનધર્મકી જો પ્રભાવના હો રહી હૈ વહ આપકી
સમક્ષ હી હૈ; જૈનશાસનની પ્રભાવના અને કાનજીસ્વામી –એ વાત સંકલિત છે.
આપણે જૈનશાસનની પ્રભાવના કરવી હશે તો પૂ. સ્વામીજીને સાથે રાખવા પડશે.
તેમની ઉપેક્ષા કરીને જૈનશાસનની પ્રભાવના થઈ શકે નહિ. ધર્મને જીવંત રાખવો
હોય, તેનો પ્રવાહ સેંકડો વર્ષ ચલાવવો હોય, અને પાખંડનો ફેલાવો અટકાવવો હોય
તો આપણે સૌએ આ મહાન વ્યક્તિ, જો હમારે બિચ ઉપસ્થિત હૈ ઉનકા મંગલવાન
કરના હૈ. અહીં ઉપસ્થિત જૈનસમાજના નેતાઓ પાસેથી આપણે એવી આશા જરૂર
રાખીએ કે આમના ઉપર આક્રમણ થતું રોકે, સમાજની શૃખંલા તૂટતી રોકે–અને
પોતાના સચ્ચા નેતૃત્વ દીર્ધ જીવન સુધી પોતે આનંદનો સ્વાદ લેતા રહેશે ને
આપણને પણ આનંદનો સ્વાદ દેતા રહેશે.
* ફતેપુરના અને ગુજરાતના જૈન સમાજના નેતા ભાઈશ્રી બાબુભાઈએ ઉમંગભરી
જોશદાર અંજલિ આપતાં કહ્યું હતું કે ગુરુદેવની જન્મજયંતિ ઉજવીને આજ અમે
પાવન બન્યા, અમારી નગરી આજ ધન્ય બની, અમારું જીવન આજ ધન્ય બન્યું.
મિથ્યામાર્ગમાંથી છોડાવીને ગુરુદેવે જ આપણને સત્યમાર્ગે વાળ્‌યા છે; સાચા દેવ–
ગુરુનું સ્વરૂપ ગુરુદેવે જ આપણને સમજાવ્યું છે. તેમના પ્રતાપે જ આવા મહાન
ઉત્સવનું સૌભાગ્ય આપણને મળે છે. તેમનો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે.
* શ્રી બ્ર. બાબુલાલજી (ઈંદોર ઉદાસીન–આશ્રમના અધિષ્ઠાતા) એ જન્મજયંતિ–
શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, અને આવા પ્રકારની ધર્મસભા, આવા શ્રોતાઓ, અને
આવા સભાનાયક કેટલા પ્રભાવશાળી છે તે સંબંધી મહિમા પ્રગટ કરતાં કહ્યું કે
અધ્યાત્મમેં સમ્યક્ત્વાદિરૂપ દશાનો જન્મ થાય તે જન્મજયંતિ છે. આવી જન્મજયંતિ
વડે જ્ઞાનનો પ્રકાશ થાય છે, ને અજ્ઞાનઅંધકાર દૂર હટે છે.
આ ઉપરાંત બીજા અનેક ત્યાગીઓ, વિદ્ધાનો, કવિઓ, સાહિત્યકારો, પત્રકારો
તેમજ ઈન્દોરના શેઠ મિશ્રિલાલજી ગંગાલાલ, દિલ્હીના રાજા ટોયઝવાળા શેઠ કૈલાસચંદજી,
જૈનાર્વાચવાળા શેઠ પ્રેમચંદજી, ઉજજૈનના શેઠ દેવકુમારજી, પરસાદીલાલજી પાટની (મંત્રી)