Atmadharma magazine - Ank 344
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 55

background image
: ૧૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
ફલ્ટનના શેઠ, બેંગલોર અને ગૌહત્તીના ભાઈઓ વગેરે પણ ઉપસ્થિત હતા ને સમયના
અભાવે તેઓએ ઉપરની શ્રદ્ધાંજલિઓમાં પોતાનો સૂર પૂરાવીને સંતોષ માન્યો હતો.
– આ રીતે વૈશાખસુદ બીજે ૮૩મી જન્મજયંતિ આનંદપૂર્વક ઉજવાઈ હતી.
* * *
હવે, પંચકલ્યાણકમાં દીક્ષાકલ્યાણક બાદ આજે શ્રી નેમુનિરાજના આહાર દાનનો
પ્રસંગ શેઠશ્રી છોટાલાલ ભાઈને ત્યાં બન્યો; તેમાં પણ કાનજીસ્વામી દ્ધારા ભક્તિપૂર્વક
નેમુનિરાજને આહારદાન દેવાનું નીહાળીને તો (વજાજંઘ અને શ્રીમતી દ્ધારા આહારદાન
દેખીને જેમ અન્ય જીવો ખુશી થયા હતા તેમ) હજારો જીવો ખુશી થયા હતા. કહાનગુરુ પણ
પ્રસન્નચિત્તે ભક્તિથી આહારદાન દેતા હતા, અને વળી યોગાનુયોગ બરાબર આજેવૈશાખ
સુદ બીજના જન્મદિવસે જ મુનિભગવંતને આહાર દાન દેવાનો લાભ મળતાં તેઓ વિશેષ
પ્રસન્ન થતા હતા. પૂ. બેનશ્રીબેન વગેરેએ પણભક્તિથી મુનિરાજને આહારદાન કર્યું હતું.
આહારદાનના આવા પ્રસંગો દેખીને રત્નત્રયમાર્ગી પરમગુરુ મુનિરાજ–ભગવંતો પ્રત્યે
મહાન આદર–ભક્તિના ભાવો જાગતા હતા. ધન્ય મુનિજીવન! ધન્ય દિગંબર
જૈનમુનિઓની નિર્દોષ ચર્ચા! આહારદાન પછી નેમમુનિરાજના પગલે પગલે સેંકડો ભક્તો
ગયા હતા ને મંડપમાં ખૂબખૂબ મુનિભક્તિ કરી હતી. લોકો આશ્ચર્ય પામી જાય કે વાહ!
મુનિવરો પ્રત્યે સોનગઢવાળાની ભક્તિ કેવી અદ્ભૂત છે! એવી એ ભક્તિ હતી.
બપોરે નેમનાથ પ્રભુને કેવળજ્ઞાન થતાં ગીરનાર પર સહેસાવનમાં
સમવસરણની રચનાનું દ્રશ્ય થયું હતું. ઈન્દ્રોએ કેવળજ્ઞાનનું મહાપૂજન કર્યુ. રાત્રે
કવિસમેલન થયું તથા ભગવાન મહાવીરના ૨પ૦૦ મા નિર્વાણમહોત્સવની અખિલ
ભારતીય સોસાયટીની સભા થઈ. શેઠશ્રી શાંતિપ્રસાદજી શાહુની અધ્યક્ષતામાં ભારતના
સેંકડો વિદ્ધાનોએ તથા હજારો જિજ્ઞાસુઓએ તેમાં ઉત્સાહથી ભાગ લીધો.
પ્રારંભમાં મંગલ આર્શીવાદરૂપે ગુરુદેવે કહ્યું કે બહારનાં ભણતર અને શાસ્ત્રની
વિદ્વતા આવડે કે ન આવડે તે જુદી ચીજ છે; અહીં તો આત્માનું સંસારદુઃખ જેનાથી માટે
ને ચૈતન્યસુખ જેનાથી મળેએવી વીતરાગી વિધાની વાત છે. ભેદજ્ઞાનરૂપ વીતરાગ વિધા
જેને આવડી તે સાચો વિદ્ધાન છે.
તથા ૨પ૦૦ મા નિર્વાણ મહોત્સવ સંબંધમાં આર્શીવાદ આપતાં ગુરુદેવે
જયપુરમાં જે કહ્યું હતું તે જ અહીં ફરીને કહ્યું કે બધા ભેગા થઈને મહાવીર ભગવાનનો
નિર્વાહમહોત્સવ ઉજવે તે સારી વાત છે. તેમાં કોઈએ વિરોધ કરવા જેવું નથી. બધાએ