Atmadharma magazine - Ank 344
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 55

background image
: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૧૭ :
ભેગા મળીને પરસ્પર સંપથી–પ્રેમથી જૈનશાસનની પ્રભાવના થાય તેમ કરવા જેવું છે.
લોકોમાં બીજા અન્યમતનાપ્રસિદ્ધ લોકોની જે જયંતિ ઉજવાય છે તે તો લૌકિક છે, ને
મહાવીર ભગવાન તો અલૌકિક છે, બીજાની સાથે તેમને સરખાવી શકાય નીહ. જૈનોની
સંખ્યા ભલે થોડી હોય પણ જૈનતીર્થંકરોનો માર્ગ એ તો અલૌકિક માર્ગ છે. બધાએ
ભેગા મળીને એની ભાવના થાય તેમ કરવું તે સારી વાત છે.
આ સંબંધમાં આત્મધર્મના સંપાદકની યોજનાઓ એવી છે કે મહાવીર ભગવાને
આપણને જે ધર્મનો મહાન વારસો આપ્યો છે તે વારસો જૈનસમાજમાં ઘરેઘરે પહોંચે,
જૈનનો એકએક બચ્ચો એ વાત જાણે કે ભગવાન મહાવીરે અમને કેવો મહાન વારસો
આપ્યો છે! અમે કોઈ સામાન્ય પુરુષના અનુયાયી નથી, અમે તો મહાવીર પરમાત્માના
અનુયાયી અને વારસદાર છીએ. મહાવીરદેેેવે આપણને જે આપ્યું, મહાવીરની પરંપરામાં
જૈનસંતોએ આપણને જે અમૂલ્ય શ્રદ્ધા–જ્ઞાન–આચરણનાં નિધાન આપ્યાં, તે નિધાનને
આપણું દરેક બાળક જાણે ને ગૌરવપૂર્વક પોતે વીરના સંતાન બને. એવી રીતે આપણે
મહાન ઉત્સવનું આયોજન કરવું જોઈએ. દિલ્હીની મોટી મીટીંગો ભલે તેમનું કામ કરે,
આપણે તો નાના–મોટા દરેક ઘરમાં મહાવીરપ્રભુના મોક્ષનો ઉત્સવ ઉજવાય, ને દરેક
ઘરનું બાળક પણ તેમાં ભાગ લઈને ગૌરવથી એમ કહી શકે કે અમારા ભગવાનનો
ઉત્સવ અમે અમારા ઘરમાં ઊજવી રહ્યા છીએ, એ રીતે આયોજન કરવુંજરૂરી છે.
૨પ૦૦ મા ઉત્સવ બાબતમાં શ્રીમાન્ શાંતિપ્રસાદજી શાહુ અને બીજા ઘણા
આગવાનો ખૂબ તમન્નાથી કાર્ય કરી રહ્યા છે; સમાજમાં તે બાબતમાં જાગૃતિ પણ સારી
છે; પરંતુ હજી વ્યવસ્થિત રૂપરેખા તૈયારથઈ નથી. હજી તો પ્રાંતેપ્રાંતની કમિટિઓ
રચાઈ રહી છે. આશા રાખીએ કે હજી બે વર્ષના ગાળામાં બધું વ્યવસ્થિત આયોજન
થઈ જશે, ને વીરપ્રભુનો જૈનઝંડો ફરી એકવાર વિશ્વને વીતરાગતાનો સંદેશ આપશે.
ઉદ્ઘાટન ભાષણ અજમેરના કેપ્ટન સર ભાગચંદજી સોનીએ કર્યું ત્યારબાદ શાહુ
શાંતિપ્રસાદજીએ ધર્મપ્રચાર બાબત પોતાના વિચારો રજુ કર્યાં, તેમાં સમસ્ત જૈનોમાં
પરસ્પર પ્રેમ–સંપ અને વાત્સલ્ય ઉપર ખાસ ભાર મૂક્્યો; ગીરનારજી જેવા આપણા
તીર્થોની રક્ષા અને તીર્થોના વિકાસ બાબત પણ સમાજે જાગૃત રહેવાની જરૂર છે તેમ
બતાવ્યું; વિશેષમાં કહ્યું કે પુરાતત્ત્વ ઠેરઠેર આપણા જૈનધર્મના પ્રાચીન વૈભવને પ્રસિદ્ધ
કરી રહ્યા છે. ભારતમાં જે ૨૦૦–૩૦૦ જેટલા મ્યુઝિયમો (પુરાતત્ત્વ સંગ્રહાલયો) છે
તેમાં બધાયમાં પ્રાચીન દિગંબર જેનમૂર્તિઓ કોઈને કોઈ રૂપમાં વિદ્યમાન છે, લંડનના